Site icon Gujarat Mirror

શાળાઓમાં અઠવાડિયામાં એક દિવસ મોબાઇલનો ઉપયોગ ટાળવા કરાયો આદેશ

અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને એક પરિપત્ર કર્યો છે અને તેમાં ઉલ્લેખ કર્યો છે કે, બાળકોને મોબાઈલથી દૂર રાખો અને સપ્તાહમાં એક દિવસ મોબાઈલનો ઉપયોગ ટાળવા માટે પ્રતિજ્ઞા લેવડાવો, આ પ્રતિજ્ઞા શાળામાં લેવડાવાની રહેશે તેવો પરિપત્ર તમામ શાળાઓને કરવામાં આવ્યો છે.
અમદાવાદની સ્કૂલોમાં બાળકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે જેમા સપ્તાહમાં એક દિવસ મોબાઇલનો ઉપયોગ ટાળવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે જેમાં અમદાવાદ DEOનો તમામ શાળાઓને પરિપત્ર કરવામાં આવ્યો છે, તમામ શાળાઓએ બાળકો પાસે પ્રતિજ્ઞા લેવડાવવી પડશે અને અન્ય લોકોને પણ સંયમથી ઉપયોગ કરાવવા પ્રતિજ્ઞા લેવડાવાની રહેશે તેવો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, મોબાઇલનો ઉપયોગ ઘટાડવા શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર DEOનો તમામ શાળાઓને પરિપત્ર કરવામાં આવ્યો છે, બાળકો મોબાઈલનો ઉપયોગ ક્રમશ ઘટાડે તે દિશામાં કામ કરવા શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં પ્રથમ વખત શિક્ષણ વિભાગની આવી અનોખી પહેલની શરૂૂઆત કરવામાં આવી છે, બાળકો અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ મોબાઈલનો ઉપયોગ ટાળે તે માટે પ્રતિજ્ઞા લેવડાવવા આદેશ કરાયો છે, બાળકો પોતાની સાથે આસપાસના લોકોને પણ મોબાઈલનો ઉપયોગ સંયમથી કરાવડાવે તેવો પ્રતિજ્ઞામાં ઉલ્લેખ કરાયો છે.

Exit mobile version