Sports
ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જતી ટીમ ઈન્ડિયાના મેનેજર તરીકે SCAના જયદેવ શાહની વરણી
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ટીમ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ કેપ્ટન જયદેવ શાહની ખૂબ જ પ્રતિષ્ઠિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવેલી ટીમ ઈન્ડિયાના ટીમ મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ શ્રેણીમાં પાંચ ટેસ્ટ રમવામાં આવશે. 22 નવેમ્બરના રોજ પહેલો ટેસ્ટ પર્થમાં રમવામાં આવશે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સામે ટીમ ઈન્ડિયા 10મી અને 11મી નવેમ્બર 2024ના રોજ બે બેચમાં રવાના થશે. અગાઉ શ્રીલંકા વિરૂૂદ્ધ શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના ટીમ મેનેજર તરીકે શ્રી જયદેવ શાહની નિમણૂક કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાની આગેવાની રોહિત શર્માએ સંભાળી હતી. મેચ ફેબ્રુઆરી – માર્ચ 2022માં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ટૂર્નામેન્ટના બંને તબક્કામાં જેમ કે ઝ-20 ઈન્ટરનેશનલ મેચો અને ટેસ્ટ મેચોમાં વ્હાઈટવોશ કર્યું હતું.
જયદેવ શાહને નવેમ્બર 2022માં ન્યૂઝીલેન્ડ સામેની અવે સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે ટીમ મેનેજર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ અનુક્રમે હાર્દિક પંડ્યા અને શિખર ધવનની આગેવાનીમાં ત્રણ વન-ડે અને ત્રણ ટી20 ઈન્ટરનેશનલ રમી હતી.
નિમણૂક પર, શ્રી જયદેવ શાહે કહ્યુ હતું કે, ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના ટીમ મેનેજર તરીકે મને નિયુક્ત કરવા બદલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જયભાઈ શાહનો આભાર માનું છુ. આટલી મહત્વની ભૂમિકા સોંપવી એ ખરેખર એક સન્માનની વાત છે વિદેશી ધરતી પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ ખૂબ જ ગર્વની વાત છે અને હું આ પ્રવાસ દરમિયાન ટીમની સફળતામાં યોગદાન આપવા માટે ઉત્સાહિત છું.