ગુજરાત
સૌરાષ્ટ્રના પ્રથમ રોઝ ગોલ્ડ જવેલરી અને વેડિંગ મોલ ‘જે.ડી. વેડિંગ મોલ’નો પ્રારંભ
સૌરાષ્ટ્રનો પ્રથમ કહી શકાય અને રાજકોટનો મોટામાં મોટો રોઝ ગોલ્ડ જવેલરી અને વેડીંગ મોલનું રાજકોટમાં આગમન થવા જઇ રહ્યું છે.રાજકોટના હાર્દ સમા 150 ફુટ રીંગરોડ, બીગ બઝારની પાસે, ઇમ્પીરીયલ હાઇટસની સામે, લેવલ-6, ત્રીજા માળે તા.8/12/2024ને રવિવારે જેડી વેડીંગ મોલનો પ્રારંભ થનાર છે. જવેલરી લાઇનનો 30 વર્ષનો અનુભવ ધરાવતા અમીતભાઇ રૂપારેલીયા, ચેતનાબેન રૂપારેલીયા, દેવાંશીબેન રૂપારેલીયા અને હર્ષિલભાઇ રૂપારેલીયા સૌરાષ્ટ્ર અને ખાસ રાજકોટના લોકો માટે કંઇક નવાજ અંદાજમાં જેડી વેડીંગ મોલનો પ્રારંભ કરી રહ્યા છે.
10 હજાર સ્કેવર ફુટની વિશાળ જગ્યામાં અત્યાધુનિક સગવડ સાથે આ શો રૂમમાં લોકોને ગોલ્ડ જવેલરી અને વેડીંગ આઇટમોની વિશાય રેન્જ મળી રહેશે.આ જેડી મોલમાં ટોપ ટુ ટોયઝ, મહેંદી ટુ વિદાઇ, કલોથીંગ ટુ જવેલરી, પંડાલ ટુ પંડીત, ફોટોગ્રાફર ટુ કોરીયોગ્રાફર, બ્યુટીશીયન ટુ કેટરર્સ જેવી વેડીંગને લગતી તમામ સુવિધા પુરી પડાશે. ભારતીય લગ્ન પરંપરાની તમામ રીત- રીવાજોની તૈયારી આ શોરૂમ દ્વારા કરી અપાશે. આ મોલમાં બાળકો માટે કીટસ પ્લે એરીયા, ફુડ કોર્ટ, સેલ્ફી ઝોન અને વડીલો માટે આરામ માટે રૂમ જેવી સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ શોરૂમમાં બીજી વિશેષતા એ છે કે મોલ સાથે શ્રીજી ગૌશાળાની તમામ ઉપયોગી પ્રોડકટનો અલગથી સ્ટોલ પણ રાખેલ છે.
વર્ષો જુના જવેલદીપ ઓર્નામેન્ટ પ્રાઇવેટ લીમીટેડ પેલેસ રોડવાળાનું નવું નજરાણું એટલે જેડી મોલ (વન સ્ટોપ વેડીંગ સોલ્યુશન) આ સુવિધા સત્વરે શો-રૂમના શુભારંભ પ્રસંગે અમીનભાઇ રૂપારેલીયા, ચેતનાબેન રૂપારેલીયા, દેવાંશીબેન રૂપારેલીયા અને હર્ષિલભાઇ રૂપારેલીયાએ સૌ ગ્રાહક મિત્રો, શુભેચ્છકો, મિત્રોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે.