સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝિ. કાઉન્સિલની 30મીએ બેઠક, ભરતી મુદ્દે તડાફડીના એંધાણ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી તા.30 ના રોજ મળનારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કમિટીની બેઠકમાં 18 કર્મચારીઓને રહેમરાહે નોકરી આપવાના મામલે ઉગ્ર તડાફડી બોલે તેવી શકયતા છે. આ ભરતીનો…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી તા.30 ના રોજ મળનારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કમિટીની બેઠકમાં 18 કર્મચારીઓને રહેમરાહે નોકરી આપવાના મામલે ઉગ્ર તડાફડી બોલે તેવી શકયતા છે. આ ભરતીનો વિવાદ ઉગ્ર બનતા 18 કર્મચારીઓની નોકરી .પર પણ જોખમ સર્જાયું છે. બીજી તરફ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પણ ભરતી અંગેની ફાઈલ મંગાવતા તંત્ર દોડતું થઈ ગયું છે.

આ ઉપરાંત 29 માંથી 8 ભવનમાં કોન્ટ્રાક્ટ આધારિત જગ્યા પર ભરતી માટે પ્રક્રિયા કરવામાં આવી છે. જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેક્નોલોજી સિવાયના 6 ભવનમાં પ્રતિ માસ રૂૂ.40,000 માસિક પગારની જોગવાઈ છે. જોકે આ કરાર આધારિત અધ્યાપકોની ભરતી કેન્દ્રીયકૃત કરવાને બદલે તેની સત્તા ભવન અધ્યક્ષોને આપી દેવાતા ભવનના હેડના માનીતાઓને સ્થાન મળ્યાનો આંતરિક રોષ જોવા મળી રહ્યો છે તો 14 નિવૃત સહિત 32 પ્રોફેસરોને સિનિયર પ્રોફેસરનું પ્રમોશન આપ્યાને મંજૂરી આપવામાં આવશે.

આ ઉપરાંત યુનિવર્સિટીના ફાર્મસી ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સચિન પરમારની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે સીધી ભરતી થતા તેઓ એક માસનો પગાર આપી નોકરીમાંથી મુક્ત થયા. આ ઉપરાંત ડી. આર. એન્ટરપ્રાઇઝનો મેન પાવરનો કોન્ટ્રાક્ટ તા.01/09/2026 થી 31/08/2027 એમ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં 30 સપ્ટેમ્બરના બપોરે 12.30 વાગ્યે ફિઝિકલ અને વર્ચ્યુઅલ એમ બંને મોડમાં યોજાશે.