Site icon Gujarat Mirror

IMDbના ફેમસ લિસ્ટમાં સારા અર્જુન નંબર વન

દર્શકોના રસ અને ફેન્સની પસંદગીના આધારે રેન્કિંગ અપાય છે

’ધુરંધર’ની શાનદાર સફળતા બાદ ફિલ્મમાં યલીનાનો રોલ કરનાર સારા અર્જુન ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb)ના ફેમસ લિસ્ટમાં નંબર વન પર પહોંચી ગઈ છે. હાલમાં IMDbએ આ સપ્તાહની પ્રખ્યાત ભારતીય હસ્તીઓની યાદી જાહેર કરી હતી, જેમાં દર્શકોના રસ અને ફેન્સની પસંદગીના આધારે રેન્કિંગ નક્કી કરવામાં આવે છે. ગયા સપ્તાહે સારા અર્જુન આ યાદીમાં બીજા સ્થાને હતી; પરંતુ આ વખતે તેણે વિજય, પ્રભાસ અને અગસ્ત્ય નંદાને પાછળ છોડીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ યાદીમાં ઘણાં જાણીતાં નામો પણ સામેલ છે. યાદીમાં વિજય આઠમા ક્રમે, અગસ્ત્ય નંદા બારમા સ્થાને અને યામી ગૌતમ સત્તરમા સ્થાને છે.

Exit mobile version