નાતાલનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વિશ્ર્વભરમાં પ્રેમ, કરૂણા અને શાંતિનો સંદેશ આપનાર સાન્ટાકલોઝ છવાયેલા નજરે પડે છે. તસવીરોમાં જર્મનીના ન્યુસ્ટાડર એનડેર વેઇનસ્ટ્રાસ નજીક હાર્લિ ડેવીડસન કલબના સભ્યો ‘રાઇડિંગ સાન્ટાસ’ના રોલમાં નજરે પડે છે. જેવો બાળકો માટે મીઠાઇ અને અન્ય કામગીરી માટે નાણા એકત્ર કરવાનું કાર્ય કરે છે. અન્ય તસવીરમાં એનજીઓ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બ્રાઝિલમાં બાળકોને ભેટતા સાન્ટાકલોઝ, ન્યૂયોર્કની પરેડના દ્દશ્યો સહિત નજરે પડે છે.
વિશ્ર્વભરમાં પ્રેમ, શાંતિ, કરૂણાનો સંદેશ ફેલાવતા સાન્ટાક્લોઝ
