ઉનાના ઉંટવાળા ગામે માલણ નદીમાં રેત માફિયાઓએ બે ચેકડેમ ખોદી નાખ્યા

ઉના તાલુકાના ઉટવાળા ગામે માલણ નદીના પટમાંથી કથિત રીતે ગેરકાયદેસર રેતી ઉપાડવાનાઆક્ષેપેચકચાર જગાવી છે.ગામના ભુપતભાઈ ઉકાભાઈ ગોહિલે મામલતદાર, ઉના સમક્ષ કરેલી લેખિત અરજીમાંછેલ્લા આશરે દોઢ…

ઉના તાલુકાના ઉટવાળા ગામે માલણ નદીના પટમાંથી કથિત રીતે ગેરકાયદેસર રેતી ઉપાડવાનાઆક્ષેપેચકચાર જગાવી છે.ગામના ભુપતભાઈ ઉકાભાઈ ગોહિલે મામલતદાર, ઉના સમક્ષ કરેલી લેખિત અરજીમાંછેલ્લા આશરે દોઢ વર્ષથી માલણ નદીમાંથી રેતી ઉપાડવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરી સમગ્ર મામલે તાત્કાલિક સ્થળ તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અરજદારના જણાવ્યા મુજબ ઉટવાળા ગામના કેટલાક માથાભારે શખ્સો દ્વારા માલણ નદીના પટમાંથી રેતી ઉપાડવામાં આવે છે અને નદીની નજીક આવેલી રે.સ.નં. 9ની જમીનમાં ટ્રેક્ટર તથા જેસીબી મારફતે રેતી ઠાલવવામાં આવે છે. અરજીમાં હમીરભાઈની રે.સ.નં. 218ની જમીન નદીનીબાજુમાંઆવેલીહોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં માત્ર રેતી ચોરીનો જ નહીં પરંતુ માલણ નદી પરના બે ચેકડેમ તોડી નાખવામાં આવ્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

અરજદારનો દાવો છે કે રેતી ઉપાડવા અંગે તેમણે અગાઉ પણ સંબંધિત વ્યક્તિને જણાવ્યું હતું. ત્યાર બાદ મામલતદાર કચેરી, જિલ્લા કલેક્ટર તથા ખાણ-ખનિજ વિભાગમાં મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત 112 નંબર પર પણ જાણ કરવામાં આવી હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. તેમ છતાં કાર્યવાહી ન થઈ હોવાનો અરજદારનો આક્ષેપ છે.

અરજીમાં જણાવ્યા મુજબ, ફરિયાદ કરવા અંગે સામેવાળા તરફથી પડકારજનક જવાબ મળ્યો હોવાનો પણ ઉલ્લેખ છે. જેના પગલે હવે અરજદારે સમગ્ર મામલે તંત્ર સત્તાવાર તપાસ કરે અને જો ગેરકાયદેસર ખનન અથવા સરકારી મિલકતને નુકસાન થયું હોવાનું બહાર આવે તો નિયમ મુજબ જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.