બોલિવૂડના ભાઈજાન ફરી ફિલ્મી પડદે દસ્તક આપવા જઈ રહ્યા હતા એટલામાં જ તેની આગામી ફિલ્મ ’માતૃભૂમિ’ની રિલીઝ ડેટ પર ક્ધફ્યુઝન ઊભું થતા ચાહકોને સલમાનને પડદા પર જોવા માટે વધારે રાહ જોવી પડશે. હાલમાં સલમાનનું સંપૂર્ણ ધ્યાન વામશી પૈડીપલ્લીના પિક્ચર પર છે. આ એક્શન ફિલ્મનું શૂટિંગ તેણે શરૂૂ કરી દીધું છે. સલમાન સાથે આ ફિલ્મમાં સાઉથની સુંદર અભિનેત્રી નયનતારા પણ લીડ રોલમાં જોવા મળશે. આ સાથે જ આ ફિલ્મમાં જેકી શ્રોફ પણ દેખાશે.
આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. નવી અપડેટ અનુસાર શાહરુખ ખાનની ફિલ્મ ’ચક દે ઇન્ડિયા’ની ’ચકદે ગર્લ’ સાગરિકા ઘાટગે પણ સલમાનની ફિલ્મમાં દેખાશે. એક રિપોર્ટ અનુસાર ’ચક દે ઇન્ડિયા’માં પ્રીતિ સબરવાલનું પાત્ર ભજવનારી પ્રખ્યાત અભિનેત્રી સાગરિકા ઘાટગે સલમાનની ફિલ્મમાં શું રોલ કરશે તે વિશે હાલમાં કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે ઘણા સમય બાદ મોટા પડદે દેખાશે. પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘાટગેને ફિલ્મમાં જોવા માટે ફેન્સ પણ આતુર છે.
