જસદણમાં ચાની હોટેલમાં સાધ્વીનું હાર્ટએટેકથી મોત

જસદણના ચોટીલા રોડ પર આવેલી ચાની હોટલમાં 45 વર્ષીય સાધ્વી રૂૂપલ ગીરી ગોસ્વામીનું મોત થયું. ઘટના હોટલના CCTV કેમેરામાં કેદ થઈ હતી. રૂૂપલ ગીરી ગોસ્વામી…

જસદણના ચોટીલા રોડ પર આવેલી ચાની હોટલમાં 45 વર્ષીય સાધ્વી રૂૂપલ ગીરી ગોસ્વામીનું મોત થયું. ઘટના હોટલના CCTV કેમેરામાં કેદ થઈ હતી. રૂૂપલ ગીરી ગોસ્વામી હોટલમાં ખુરશી પર બેઠાં હતાં અને સોડા પી રહ્યાં હતાં. આ દરમિયાન તેમની તબિયત અચાનક લથડી હતી.

તેમને એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થયા હતા. 108 એમ્બ્યુલન્સને જાણ કરાતાં તેની ટીમ સ્થળે પહોંચી હતી. વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. આ ઘટનાને પગલે ચોટીલા રોડ પર લોકો એકઠા થયા હતા.