Site icon Gujarat Mirror

અર્જુન-સાનિયાના લગ્નમાં PM મોદીને આમંત્રણ પાઠવતા સચિન તેંડુલકર

ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે પોતાના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્નની જાહેરાત કરી છે. અર્જુનની ભાવિ પત્નીનું નામ સાનિયા છે. ગઇકાલે સચિન તેંડુલકર અને તેનો પરિવાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. અહીં સચિને પીએમ મોદીને અર્જુન અને સાનિયાના લગ્નમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. સચિનના આખા પરિવારે પીએમ મોદી સાથે ફોટો પણ પડાવ્યો હતો.

સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર તેમના સત્તાવાર હેન્ડલ પરથી પીએમ મોદી સાથેના ફોટા શેર કર્યા.
સચિને ટ્વીટ કર્યું, અર્જુન અને સાનિયાના લગ્ન સમારોહમાં માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાનું સૌભાગ્ય અમને મળ્યું. આ યુવાન યુગલને તમારા આશીર્વાદ અને વિચારશીલ સલાહ માટે મોદીજીનો આભાર.

Exit mobile version