બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ મેકર દીપક તિજોરી ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી. ખાસ કરીને ગુજરાતી ફિલ્મોને થિયેટરોમાં યોગ્ય સ્ક્રીન ન મળતી હોવાનો મુદ્દે તેમણે ઉઠાવ્યો હતો.
તેમણે ખાસ ભાર મૂક્યો છે કે, ગમે તે હિસાબે ગુજરાતી ફિલ્મને એક સ્ક્રીન મળે તેવી વ્યવસ્થા થવી જોઇએ, જેથી ગુજરાતી ફિલ્મો દર્શકો સુધી પહોંચી શકે અને નિર્માતાઓને પોતાની ફિલ્મ રજૂ કરવાની યોગ્ય તક મળી શકે.
દીપક તિજોરીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળતો હોવા છતાં ઘણી વખત ફિલ્મોને પૂરતી સ્ક્રીન મળતી નથી અથવા હિન્દી તથા અન્ય ભાષાની ફિલ્મો આવતાં ગુજરાતી ફિલ્મોને થિયેટરમાંથી હટાવી દેવામાં આવે છે. જેના કારણે ગુજરાતી ફિલ્મોના નિર્માતા, કલાકારો અને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાન થતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ સ્થાનિક ભાષાની ફિલ્મો માટે સ્ક્રીન ફાળવણી અંગે નિયમ બનાવવાની માંગ દીપક તિજોરીએ કરી હતી. તેમનો ઉદ્દેશ એવો નિયમ બનાવવાનો છે કે થિયેટર માલિકોને પણ આર્થિક નુકસાન ન થાય અને ગુજરાતી ફિલ્મોને પણ યોગ્ય પ્રમાણમાં સ્ક્રીન મળી રહે.
દીપક તિજોરીએ ફિલ્મોના ક્ધટેન્ટ અને પ્રોડક્શન સ્ટાન્ડર્ડને વધુ ઊંચુ લાવવાની જરૂૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી. ફિલ્મોમાં વધુ બજેટનું રોકાણ થાય, મોટા પાયે ફિલ્મો બને અન રાષ્ટ્રીય સ્તરે ગુજરાતી સિનેમાની ઓળખ વધુ મજબૂત બને તે માટે ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની માંગ કરવામાં આવી હતી.
