RSS વડા મોહન ભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત ગઈકાલેની સાંજે અમદાવાદ પહોંચ્યા છે. તેઓ બે દિવસીય સંગઠનાત્મક મુલાકાત માટે આવ્યા છે. RSS એ સ્પષ્ટ કર્યું છે…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત ગઈકાલેની સાંજે અમદાવાદ પહોંચ્યા છે. તેઓ બે દિવસીય સંગઠનાત્મક મુલાકાત માટે આવ્યા છે. RSS એ સ્પષ્ટ કર્યું છે કે તેમના રોકાણ દરમિયાન કોઈ જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી. RSS ગુજરાત પ્રાંતના અધિકૃત નિવેદન અનુસાર, ભાગવત 28 જુલાઈની સાંજે અમદાવાદ સ્થિત સંગઠનની પ્રાંતીય કચેરી ડો. હેડગેવાર ભવન પહોંચ્યા હતા.
બુધવાર સવારે તેઓ પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરશે. ત્યારબાદ તેઓ પરત જશે. સંગઠને આ મુલાકાતને સંપૂર્ણપણે આંતરિક સંગઠનાત્મક પ્રવૃત્તિઓ માટે જણાવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોહનજી ભાગવતની મુલાકાત સંગઠનાત્મક પ્રકૃતિની છે. કોઈ જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી.