જસદણમાં ઘરધણીને ઊંઘતા રાખી 45 મિનિટમાં 5.10 લાખની ચોરી

જસદણના આટકોટ રોડ રાધેશ્યામ નગર વડલાવાળીમાં માત્ર 45 મિનીટ બંધ રહેલા મકાન માં ચોરીનો બનાવ બન્યો હતો. ઘર ધણીને ઊંઘતા રાખી તસ્કરો રૂૂ.5.10 લાખની મતા…

જસદણના આટકોટ રોડ રાધેશ્યામ નગર વડલાવાળીમાં માત્ર 45 મિનીટ બંધ રહેલા મકાન માં ચોરીનો બનાવ બન્યો હતો. ઘર ધણીને ઊંઘતા રાખી તસ્કરો રૂૂ.5.10 લાખની મતા ચોરી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પણ તસ્કરની ઓળખ મેળવવા તપાસ તવિી કરી છે.

મળતી વિગતો મુજબ જસદણના આટકોટ રોડ રાધેશ્યામ નગર વડલાવાળીમાં રહેતા પ્લમ્બર કામ કરતા સુનીલભાઈ પ્રભુભાઇ સાંગડીયાએ નોંધાવેલી ફરિયામાં જણાવ્યા મુજબ તે સયુક્ત પરિવારમાં રહેતા હોય જેમાં નાનો ભાઈ સંજય,મનોજ તેમજ પત્ની કાજલ અને પુત્ર દર્શીત (ઉ.વ.13) છે. જેમાં ભાઈ સંજય તથા માતા સુધા બેન નીચે અલગ અલગ રૂૂમમાં રહેતા હોય ગત તા.05/02/2025 ના વહેલી સવારના સાડા પાંચ વાગ્યે પત્ની કાજલના મોબાઇલ ફોનમાં ભાઇ સંજયની પત્ની કોમલનો ફોન આવેલ અને જણાવેલ કે, રૂૂમનો દરવાજો ખોલો બહારથી આંગળીયો બંધ છે જેથી કોમલે રૂૂમનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરેલ તો અમારા રૂૂમનો આંગળીયો બહારથી બંધ હતો. પત્ની નવેરા માંથી બાજુના મનોજના રૂૂમમાં ગયેલ તો મનોજના રૂૂમનો દરવાજો પણ બહારથી બંધ હતો. અડધી કલાક રૂૂમમાં બંધ પરિવારે સવારે શેરીમાં એક વિદ્યાર્થી સ્કુલે જવા નીકળેલ ત્યારે તેને અવાજ કરીને દરવાજો ખોલવા કહેતા તેણે દરવાજો ખોલ્યો હતો.

બધા નીચે આવી તપાસ કરતા જાણવા મળ્યું કે, નિત્યક્રમ મુજબ માતા સવારે પાંચ વાગ્યે ગીતાનગરમાં બ્રહમાકુમારી સતસંગ કરવા જતા હોય તે ઘરે હાજર ન હતા માતાના રૂૂમનો દર વાજો પણ ખુલ્લો હતો અને રૂૂમનો સામાન વેરવીખેર પડેલ હતો અને તીજોરીમાં દરવાજો બેવડો વળેલ હતો અને અંદરથી રોકડ અને દાગીના મળી કુલ રૂૂ.5.10 લાખની મતા ચોરી હતી આ બાબતે પોલીસને જાણ કરતા જસદણ પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને ફરિયાદ નોંધી વધુ તપાસ તવિી કરી છે.