7 રાજ્યોમાં 160 કરોડના SSC પરીક્ષા કૌભાંડનો પર્દાફાશ

દેશના લાખો યુવાનો સરકારી નોકરીના સપના સાથે રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ કોચિંગ અને પુસ્તકો પાછળ ખર્ચ…

દેશના લાખો યુવાનો સરકારી નોકરીના સપના સાથે રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ કોચિંગ અને પુસ્તકો પાછળ ખર્ચ કરે છે. પરંતુ કલ્પના કરો કે પરીક્ષા ખંડમાં તમારી બાજુમાં બેઠેલો ઉમેદવાર માત્ર સીસીટીવી કેમેરાને છેતરવા માટે કમ્પ્યુટરનું માઉસ આમ-તેમ ફેરવતો હોય, અને તેના પ્રશ્નોના જવાબ ક્યાંક દૂર બેઠેલો કોઈ હેકર આપી રહ્યો હોય તો!

ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (UP STF)ની તપાસમાં સ્ટાફ સિલેક્શન કમિશન (જજઈ) ની ઓનલાઈન ભરતી પરીક્ષાઓમાં આવું જ એક ₹160 કરોડનું હાઈ-ટેક કૌભાંડ સામે આવ્યું છે. મે 2026 માં એક સામાન્ય દરોડાથી શરૂૂ થયેલી આ તપાસ નવેમ્બર 2026 માં ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ દેશના સૌથી મોટા ડિજિટલ પરીક્ષા કૌભાંડ તરીકે બહાર આવી છે.આ સમગ્ર કૌભાંડના પર્દાફાશની શરૂૂઆત 22 અને 23 મે, 2026 ના રોજ થઈ હતી.( UP STF) ના નોઈડા યુનિટે ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક વિસ્તારમાં આવેલા ’બાલાજી ડિજિટલ ઝોન’ પરીક્ષા કેન્દ્ર, બોધી તારુ ઇન્ટર નેશનલ સ્કૂલ અને અન્ય એક કેન્દ્ર પર ચાલુ પરીક્ષાએ દરોડા પાડ્યા હતા. CAPF, SSF કોન્સ્ટેબલ (GD), SSC CPO અને આસામ રાઈફલ્સની ઓનલાઈન ભરતી પરીક્ષાઓ ચાલી રહી હતી. દરોડામાં STFએ બે ઉમેદવારો સહિત 7 લોકોની ધરપકડ કરી હતી, જેમાં કેન્દ્રના સંચાલક પ્રદીપ ચૌહાણ અને ટેકનિકલ માસ્ટરમાઈન્ડ અમિત રાણાનો સમાવેશ થતો હતો. તેમની પાસેથી ₹50 લાખ રોકડા, 10 મોબાઈલ ફોન, 5 લેપટોપ, રાઉટર, ઉમેદવારોની યાદી, એડમિટ કાર્ડ અને નકલી ઓળખપત્રો (ઈંઉ કાર્ડ) જપ્ત કરવામાં આવ્યા હતા.

મે મહિનામાં આ મામલો માત્ર એક કેન્દ્ર અને 7 આરોપીઓ પૂરતો મર્યાદિત લાગતો હતો. પરંતુ જપ્ત કરાયેલા લેપટોપ અને સર્વર ડેટાની ફોરેન્સિક તપાસ પૂર્ણ થતાં 2122 નવેમ્બર, 2026 ના રોજ ચોંકાવનારા ખુલાસા થયા. તપાસમાં 7 રાજ્યોના 30 કેન્દ્રોની સિસ્ટમ હેક થઈ હોવાના નક્કર પુરાવા મળ્યા બાદ ગાઝિયાબાદના વેવ સિટી પોલીસ સ્ટેશનમાં આ તમામ 30 પરીક્ષા કેન્દ્રો અને અંદાજે 30 મુખ્ય આરોપીઓ સામે નવી FIR નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 15 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

કૌભાંડનો વ્યાપ: 7 રાજ્યો, 30 કેન્દ્રો અને 3,777 ઉમેદવારો
STFની તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ નેટવર્ક 2025 થી સક્રિય હતું અને અત્યાર સુધીમાં યોજાયેલી લગભગ 16 જેટલી પરીક્ષાઓમાં (જેમાં 4 ફેબ્રુઆરી, 2026 થી શરૂૂ થયેલી SSC MTS પરીક્ષાનો પણ સમાવેશ થાય છે) ગેરરીતિ આચરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને ઝારખંડમાં ફેલાયેલું હતું. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ અસર: માત્ર ના આગ્રા, ઝાંસી, કાનપુર, મેરઠ, પ્રયાગરાજ અને ગ્રેટર નોઈડાના કેન્દ્રો પર જ 1,248 કમ્પ્યુટર સિસ્ટમ સાથે છેડછાડ કરવામાં આવી હતી. અમિત રાણાના લેપટોપ અને સર્વર ડેટા મુજબ, ગેંગે કુલ 3,777 ઉમેદવારોના પેપર બહારથી સોલ્વ કરાવ્યા હતા. અંદાજે 3770થી 4000 ઉમેદવારો પાસેથી આટલી રકમ ઉઘરાવવામાં આવી હોય તો કૌભાંડ 160 કરોડનું હોવાનું મનાય છે.