Site icon Gujarat Mirror

સોનામાં રોકાણના નામે રૂા.1 કરોડની છેતરપિંડી

સોશિયલ મીડિયા ફ્રેન્ડ સાથે સોદો મોંઘો પડયો, વોટસએપમાં ટ્રેડીંગ ટીપ્સના નામે યુવકને શિકાર બનાવ્યો

સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડ બનેલી એક યુવતીએ સોનામાં રોકાણ કરી ઊંચા વળતરની લાલચ આપી રાજકોટના યુવાન સાથે રૂૂા.1.10 કરોડની ઓનલાઈન છેતરપિંડી કરી છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે જુદા-જુદા જે બેંક ખાતામાં છેતરપિંડીની રકમ જમા થઈ હતી તે સહિતનાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભોગ બનનારે રૂૂા.1.10 કરોડ ગુમાવ્યા છતાં સામાજિક પ્રતિષ્ઠાના હિસાબે ફરિયાદ કરવા માંગતા ન હતા. આખરે ક્રાઈમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાએ સમજાવટ કરી નામ ગુપ્ત રહેશે તેવી ખાતરી આપતા ફરિયાદ નોંધાવવા તૈયાર થયા હતા.

આ સમગ્ર કૌભાંડની શરૂૂઆત એક સાધારણ વોટ્સએપ મેસેજથી થઈ હતી.યુવતીએ વોટ્સએપ મેસેજ કર્યો હતો. અને તેમને ટ્રેડિંગ ટિપ્સ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. ગઠિયાએ એવી રીતે વાતો કરી હતી કે જાણે સાઈડ ઈન્કમ દ્વારા વ્યક્તિ ઘરે બેઠા લાખો રૂૂપિયા કમાઈ શકે છે. ફરિયાદી આ લોભામણી વાતોમાં આવી ગયા અને છેતરપિંડીના પ્રથમ તબક્કાનો શિકાર બન્યા ભોગ બનનારનો એક મહિલાએ સોશિયલ મીડિયા થકી સંપર્ક કરી ટ્રેડિંગમાં સારો નફો મળતો હોવાનું કહીં તેને ટીપ આપવાની વાત કરી હતી. જેથી ભોગ બનનારને રસ પડતા તેને મહિલાએ વોટ્સએપ ઉપર એક લિંક મોકલી હતી. જેમાં તેનું ખાતુ બનાવડાવી, રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સાથોસાથ કઈ રીતે આ એપનો ઉપયોગ કરવો તે પણ સમજાવ્યું હતું. ત્યાર પછી ભોગ બનનારે ગોલ્ડમાં ટ્રેડિંગ કરવા માટે જે બેંક એકાઉન્ટ જણાવાયા હતા તેમાં કટકે-કટકે રૂૂા.54 લાખ જમા કરાવ્યા હતા.

જે રકમ તેને એપમાં દેખાતી હતી. એટલું જ નહીં પ્રોફિટનું બેલેન્સ પણ દેખાતું હતું. ગઠીયાઓએ તેને વધુ રોકાણ કરી તમામ રકમ એક સાથે ઉપાડી લેવા જણાવ્યું હતું પરંતુ તેણે તેટલી રકમ પોતાની પાસે નહીં હોવાનું જણાવતા તેને એક વેબસાઈટ પરથી લોન લેવાનું કહ્યું હતું. લોનની રકમ તેના એકાઉન્ટમાં જમા થઈ જશે તેમ પણ કહ્યું હતું. જ્યારે ફરિયાદીએ પોતાના રોકાણ કરેલા પૈસા અને થયેલો નફો ખાતામાં જમા લેવા કોશિશ કરી, ત્યારે અસલી ખેલ શરૂૂ થયો. આરોપીએ જણાવ્યું કે જો તમારે બધી રકમ ઉપાડવી હોય તો વધુ રોકાણ કરવું પડશે.

જ્યારે ફરિયાદીએ પૈસા ન હોવાનું જણાવ્યું, ત્યારે ગઠિયાએ ચાલાકી વાપરીને તે જ ફેક એપમાંથી રૂૂ.70 લાખની ‘ફેક લોન’ મંજૂર કરાવી દીધી. બાદમાં આ લોન ભરપાઈ કરવાના બહાને અને ટેક્સ કે અન્ય ફીના નામે ફરિયાદી પાસેથી બીજા રૂૂ.55,40,000 પડાવી લીધા. આમ, મુદ્દલ અને લોન ભરપાઈના નામે કુલ રૂૂ. 1.09 કરોડ પડાવી લીધા બાદ પણ જ્યારે કોઈ રકમ પરત ન મળી, ત્યારે ફરિયાદીને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. આખરે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઈમની ટીમે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે તેની વિગતો અને વેબસાઈટના આઈપી એડ્રેસના આધારે આરોપીઓ સુધી પહોંચવા તજવીજ હાથ ધરવામાં આવી છે

Exit mobile version