ગોંડલના વાસાવડની વ્યાજખોર બેલડી પાસેથી રૂા.1.05 કરોડનો મુદ્દામાલ રિકવર

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા અને સામાન્ય નાગરિકોને તેના ચુંગાલમાંથી મુક્ત કરવા માટે એક સરાહનીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એસપી વિજય…

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા અને સામાન્ય નાગરિકોને તેના ચુંગાલમાંથી મુક્ત કરવા માટે એક સરાહનીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એસપી વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગોંડલ ઇન્ચાર્જ ડીવાયએસપી આર.એ.ડોડીયાની ટીમે ગોંડલના વસાવડના વ્યાજખોર બેલડી પાસેથી રૂૂ.1.05 કરોડનો મુદામાલ રિકવર કર્યો હતો.

બનાવની વિગત મુજબ, સુલ્તાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મોવિયા ગામે રહેતા અને પશુપાલન નો ધંધો કરતા લલીત ઉર્ફે નિલેશ મોહનભાઈ ટારીયા નામના નાગરિકે વ્યાજખોરોના ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી સોહિલ રફીક સલાટ અને ઇરફાન રફીક સલાટ (બંને રહે. ગોંડલ) પાસે કોઈ નાણાધીરધારનું લાયસન્સ ન હોવા છતાં, તેમણે ફરિયાદીને અલગ-અલગ સમયે કુલ રૂૂ.44 હજાર માસિક 3 ટકાના ઊંચા વ્યાજે આપ્યા હતા. ફરિયાદીએ આ રકમ સામે વ્યાજ પેટે કુલ રૂૂ.20 હજાર ચૂકવી દીધા હતા.

જોકે, આર્થિક સંકડામણને કારણે ફરિયાદી જ્યારે વ્યાજ ચૂકવી શક્યા નહીં, ત્યારે આરોપીઓએ ફોન પર ધમકીઓ આપવાનું શરૂૂ કર્યું હતું. તેમણે ફરિયાદીને હાથ-પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીને માનસિક રીતે ભારે હેરાન કર્યા હતા. આ અંગે સુલ્તાનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ગુનો નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક પગલાં ભરીને આરોપીઓની ધરપકડ કરી હતી. કાયદેસરની કાર્યવાહી દરમિયાન આરોપીઓના ઘરે સર્ચ કરીને ફરિયાદીના સોના-ચાંદીના દાગીના રિકવર કરવામાં આવ્યા હતા. જેમાં સોનાની ચાંદલી, લ ચાંદીનું કડું અને ચાંદીની લક્કી સહિતનો મુદ્દામાલ ઝડપાયો હતો.

આરોપીઓની ધરપકડ બાદ સુલ્તાનપુર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસને વિગતો મળી હતી કે, આરોપીઓએ અન્ય લોકોના દાગીના અને દસ્તાવેજો પણ પોતાની પાસે ગેરકાયદેસર રીતે રાખ્યા છે. પોલીસે આશરે 90 જેટલા અન્ય ભોગ બનનાર નાગરિકોનો સંપર્ક સાધ્યો હતો. પોલીસની સમજાવટ અને કડક વલણને કારણે આરોપીઓએ સ્વેચ્છાએ અન્ય ભોગ બનનારાઓના સોના-ચાંદીના દાગીના અને જમીનના દસ્તાવેજો પરત આપી દીધા હતા.

પરત કરાયેલ મુદામાલમાં સોનાના દાગીના કુલ 180.65 ગ્રામ રૂૂ.7,48,450, ચાંદીના દાગીના કુલ 19 કિલો 324 ગ્રામ રૂૂ.49.31 લાખ તેમજ જમીન, મકાન, પ્લોટના દસ્તાવેજો તથા વાહન અને આર.સી. બુક સહિત રૂૂ.29 લાખ અને સહી કરેલા 06 નંગ કોરા ચેક મળી કુલ રૂૂ.1.05 કરોડનો મુદ્દામાલ રિકવર કરી અસલી માલિકોને પરત અપાવ્યો છે.

સામાન્ય લોકોની જિંદગી બગાડી નાંખે તેવું મસમોટું વ્યાજ પડાવનાર વ્યાજખોર સોહિલ રફીક ઉર્ફે બાબુ સલાટ (ઉ.વ.26, ધંધો. ઇમ્પોર્ટ એકસપોર્ટ તથા વેપાર, રહે. વાસાવડ ગામ, ખત્રીવાડ, ગોંડલ) અને ઇરફાન રફીક ઉર્ફે બાબુ સલાટ (ઉ.વ.24 ધંધો. ઇમ્પોર્ટ એકસપોર્ટ તથા વેપાર રહે. વાસાવડ ગામ, ખત્રીવાડ ગોંડલ) ની ધરપકડ કરાઈ છે. બંને શખ્સો વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ગુના નોંધાયેલ છે.

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં રૂૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોએ વર્ષ-2026 મા કુલ 62 વ્યાજખોરી ના ગુન્હા દાખલ થયેલ જેમા 125 આરોપી ની ધરપકડ કરવામા આવેલ છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વ્યાજખોરી, અસામાજિક તત્વોની લુખ્ખાગીરી બાબતે કે નશીલા પદાર્થો બાબતે કોઇ માહિતી આપવા માાંગતા હોય તો રાજકોટ ગ્રામ્ય પોલીસ ક્ધટ્રોક રૂૂમ નાં 7433911100 ઉપર સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.