‘કોકરોચ જનતા પાર્ટી’નો ઉદય, ભાજપ કરતા વધુ ઇન્સ્ટા ફોલોઅર્સ

5 દિવસમાં ઇન્સ્ટાગ્રામમાં 90 લાખ લોકોએ ફોલો કરી, ‘ઝેન ઝી’ દ્વારા બહોળો પ્રતિસાદ, પાર્ટી ચેન્જ કરનારને ‘20 વર્ષ’ સુધી કોઇ પદ નહીં! સુપ્રીમ કોર્ટના મુખ્ય…

5 દિવસમાં ઇન્સ્ટાગ્રામમાં 90 લાખ લોકોએ ફોલો કરી, ‘ઝેન ઝી’ દ્વારા બહોળો પ્રતિસાદ, પાર્ટી ચેન્જ કરનારને ‘20 વર્ષ’ સુધી કોઇ પદ નહીં!

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતના ‘કોકરોચ’ અને ‘પરજીવી’વાળા વિવાદાસ્પદ નિવેદન સામે વિરોધની નવી તરંગ ઊઠી છે. મહારાષ્ટ્રના અભિજીત દીપકેએ ‘કોકરોચ જનતા પાર્ટી’ની સ્થાપના કરી છે, જે માત્ર 5 દિવસમાં સોશિયલ મીડિયા પર વાયરલ બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 90 લાખથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે, જે BJPના 87 લાખ કરતાં વધુ છે.

‘સેક્યુલર, સોશિયાલિસ્ટ, ડેમોક્રેટિક, લેઝી’ના નારા સાથે આ પાર્ટીએ જનરેશન Z અને યુવાનોનું ધ્યાન ખેંચ્યું છે. અભિજીત દીપકે, જેઓ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન્સની માસ્ટર ડિગ્રી કરી રહ્યા છે અને અગાઉ અઅઙની સોશિયલ મીડિયા ટીમમાં વોલન્ટિયર હતા, તેમણે આ પાર્ટીની સ્થાપના કરી છે. તેમણે કહ્યું કે CJIના નિવેદન પર એકસ પર પોસ્ટ કરતાં જ યુવાનોના સમર્થનથી આ આઈડિયા જન્મ્યો.

15 મેના રોજ સુનવણી દરમિયાન CJI સુર્યકાંતે કેટલાક બેરોજગાર યુવાનોને કોકરોચ સાથે સરખાવ્યા હતા. 16 મેના રોજ તેમણે સ્પષ્ટતા કરી કે તેમની ટિપ્પણી ફેક ડિગ્રીવાળા અને સિસ્ટમ પર હુમલો કરનારા લોકો માટે હતી, નહીં કે તમામ યુવાનો માટે.

આ સેટાયરિકલ પાર્ટીએ સોશિયલ મીડિયા પર જનરેશન ણની નિરાશા અને રોષને વ્યક્ત કરીને મોટી ચર્ચા મેળવી છે. અભિજીતે AI ટૂલ્સની મદદથી લોગો અને મેનિફેસ્ટો તૈયાર કર્યા છે. હાલમાં આ પાર્ટી ઓનલાઈન જ હોવા છતાં યુવાનોમાં તેની અસર વધી રહી છે. વધુ અપડેટ્સ માટે જોતા રહો કોકરોચ જનતા પાર્ટીની આ ‘લેઝી’ ક્રાંતિ ક્યાં સુધી પહોંચે છે!

પાર્ટીમાં જોડાવાની યોગ્યતા
– બેરોજગારી
– આલસી (લેઝી) હોવું ડલે રહેવું, પડે રહેવું
– ઓનલાઈન રહેવાની લત
– પ્રોફેશનલી ભડાસ નીકાળવાની ક્ષમતા

મેનિફેસ્ટોમાં 5 મુખ્ય વાદા
– CJI સહિત કોઈપણ ન્યાયાધીશને રિટાયરમેન્ટ પછી રાજ્યસભા જેવું કોઈ ‘રિવાર્ડ’ નહીં મળે.
– વોટ ડિલીટ થશે તો મુખ્ય ચૂંટણી કમિશનરને UAPA હેઠળ ગિરફ્તાર કરવામાં આવશે (વોટિંગ અધિકાર છીનવવું આતંકવાદ જેવું છે).
– મહિલાઓ માટે 50% અનામત (33%ની જગ્યાએ), સંસદની સીટ વધાર્યા વિના અને કેબિનેટમાં પણ 50% અનામત.
– અંબાણી અને અડાણીના તમામ મીડિયા સંસ્થાના લાઇસન્સ રદ્દ કરી ‘ગોદી મીડિયા’ પર અંકુશ.
– દલબદલ કરનારા વિધાયક અથવા સાંસદને 20 વર્ષ સુધી કોઈ પદ નહીં મળે.