મોરક્કોની ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ ઉત્તર લંડનમાં ’કાચની બોટલથી વાગવા’થી એક પોલીસ અધિકારીને માથામાં ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વર્લ્ડ કપ રમત દરમિયાન ચાહકો રસ્તા પર ભેગા થઈ ગયા હતા અને ટ્રાફિકને અવરોધિત કર્યો હતો, જેના કારણે મેટ્રોપોલિટન પોલીસને તે વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી. ફોર્સે પુષ્ટિ આપી હતી કે ભીડમાં બોટલો ફેંકવામાં આવી હતી અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
ખાસ કરીને એજવેર વિસ્તારમાં ઓનલાઇન ફરતા થયેલા વીડિયોમાં વિસ્ફોટકો સળગાવાતા રસ્તાઓ ધુમાડાથી ભરાઈ ગયા હતા, અને જૂથો ભાગી રહ્યા હતા. જેમ જેમ રમખાણો ચાલુ રહ્યા તેમ તેમ પોલીસ અધિકારીઓએ તોફાનીઓને રોકવા માટે એક લાઇન બનાવી અને રસ્તો બંધ કરી દીધો. હિંસક અવ્યવસ્થા માટે ચાર લોકોની ધરપકડ બાદ શુક્રવારે સવારે લગભગ 1 વાગ્યે રસ્તો ફરીથી ખોલવામાં આવ્યો.
લોકો રસ્તા પર ભેગા થઈને ટ્રાફિકને અવરોધિત કર્યા બાદ શરૂૂઆતમાં અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જૂથે બોટલો ફેંકી અને ફટાકડા ફોડતા આ ઘટના વધુ વણસી. પરિણામે, વિસ્તારમાં વધુ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
બીજી તરફ, સીએલ પ્રેસ દ્વારા શેર કરાયેલ અને ટશતયલફિમ 24 દ્વારા પોસ્ટ કરાયેલા વિડીયો અનુસાર, મોરોક્કો પર ફ્રાન્સની જીત બાદ ઉજવણી દરમિયાન પેરિસમાં લેસ હેલ્સ નજીક છૂટાછવાયા અથડામણો પણ થઈ હતી. વીડિયોમાં ચાહકોના જૂથો પોલીસ વાહનની આસપાસ ભેગા થઈને ચીસો પાડતા અને તેમના મોબાઇલ ફોન ફ્લેશ કરતા દર્શાવવામાં આવ્યા હતા. વીડિયોમાં મોરોક્કો પર ફ્રાન્સની 2-0થી ક્વાર્ટર ફાઇનલ જીત બાદ ઢાલ અને બોડી બખ્તર પહેરેલા રાયોટ પોલીસ પણ મોટી ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા દર્શાવવામાં આવ્યા હતા.
