ક્રાઇમ

રણજીત સાગર રોડ પરથી વિદેશી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ : ચાલક ફરાર

Published

on


જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટાફે રણજીતસાગર રોડ પરથી એક રીક્ષાને આંતરી 107 નંગ ઈંગ્લીશ દારૂૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે. પરંતુ રીક્ષા ચાલક ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.


જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા રણજીતસાગર રોડ પર એક ખાનગી સ્કુલ પાસે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન ત્યાંથી જી.જે. 8 વાય 4393 નંબરની ઓટો રીક્ષા શંકાસ્પદ હાલતમાં જણાતા તે રીક્ષા ચાલકને પડકાર્યો હતો, દરમિયાન રિક્ષા ચાલક તેમાંથી છલાંગ લગાવીને ભાગી છૂટ્યો હતો.
જે રીક્ષા ની તલાસી લીધી હતી. જે રીક્ષા ની અંદરથી 107 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ઇંગલિશ દારૂૂ અને રિક્ષા સહિત રૂૂપિયા દોઢ લાખની માલમતા કબજે કરી છે, અને ભાગી છુટેલા રીક્ષા ચાલકની શોધ ખોળ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version