ગુજરાત
બંધ પડેલી બોલેરો જીપની પાછળ રિક્ષા ટકરાતા ચાલકનું મોત
કાલાવડના મોટી માટલી નજીક અકસ્માત સર્જાયો
જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર મોટી માટલી ગામના પાટીયા પાસે બંધ પડેલી બોલેરો જીપ ની પાછળ એક પેસેન્જર રીક્ષા અથડાઈ પડતાં સર્જાયેલા અકસ્માતમાં રીક્ષા ચાલકનું ગંભીર રીતે ઘાયલ થવાથી મૃત્યુ નીપજયું છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના વિજરખી ગામમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા બાલજીભાઈ મોહનભાઈ રંગપરા નામના 63 વર્ષના રીક્ષાચાલક ગત 22 મી તારીખે પોતાની સીએનજી રીક્ષા લઈને વિજરખી ગામેથી પોતાના કુળદેવી ના દર્શન કરવા માટે કાલાવડ તરફ જઈ રહ્યા હતા.
જે દરમિયાન મોટી માટલી ગામના પાટીયા પાસે બંધ પડેલા બોલેરો પીકપ વેન ની પાછળ ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો, અને રીક્ષાચાલક ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયા હતા.
જેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. આ અકસ્માતના બનાવ અંગે પરસોત્તમભાઈ વશરામભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિ.જે. જાદવ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.