સંરક્ષણ ક્ષેત્રે ક્રાંતિ: દેશનું પ્રથમ ‘મેઇડ ઇન ગુજરાત’ એરક્રાફટ તૈયાર

સ્પેન સાથે કરાર કર્યા બાદ C-295નું વડોદરામાં ઉત્પાદન શરૂ, ભારતમાં પ્રથમ વખત ખાનગી કંપનીએ વાયુસેના માટે બનાવ્યું વિમાન સ્પેન અને ભારત વચ્ચે 56 લશ્કરી ટ્રાન્સપોર્ટ…

સ્પેન સાથે કરાર કર્યા બાદ C-295નું વડોદરામાં ઉત્પાદન શરૂ, ભારતમાં પ્રથમ વખત ખાનગી કંપનીએ વાયુસેના માટે બનાવ્યું વિમાન

સ્પેન અને ભારત વચ્ચે 56 લશ્કરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે કરાર થયા બાદ વડોદરામાં પ્રથમ વિમાન બનીને તૈયાર થઈ ગયું છે. ટેસ્ટિંગ માટે તૈયાર થયેલા C-295 એરક્રાફ્ટનો વીડિયો સામે આવ્યો છે.

ઓક્ટોબર,2024માં વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સનું પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સ્પેન સાથેના 56 C-295 વિમાન માટે થયેલા કરાર મુજબ 16 વિમાન સ્પેનથી તૈયાર આવવાના છે, જ્યારે 40 વિમાન ભારત બનાવાના છે. તેમાંનું પ્રથમ વિમાન વડોદરામાં બનીને તૈયાર થઈ ગયું છે. જેનું હવે ટેસ્ટિંગ કરાશે.મહત્વપૂર્ણ છે કે, દેશમાં પ્રથમ વખત પ્રાઇવેટ કંપની દ્વારા સેના માટે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવામાં આવ્યું છે.

ભારતીય વાયુસેનાને આ સપ્ટેમ્બરમાં તેનું પહેલું ’મેડ ઇન ઇન્ડિયા’ C-295 એરક્રાફ્ટ મળવાની તૈયારી છે. આ એરક્રાફ્ટનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં સ્થિત ટાટા-એરબસ સુવિધામાં કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો સામે આવ્યો છે અને આ એરક્રાફ્ટની પહેલી ઝલક જોવા મળી છે.

દેશનું પ્રથમ સી-295 વિમાન બનીને તૈયાર થઈ ગયું છે. જેનું હવે ટેસ્ટિંગ થશે અને ત્યારબાદ તે ઉપયોગમાં લેવામાં આવશે. વડોદરામાં તૈયાર થયેલ આ વિમાન પહેલું છે તે દરેક માટે ગૌરવની બાબત છે.

પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડોદરામાં TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યુ હતું. આ કોમ્પ્લેક્સમાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવામાં આવશે. સ્પેન અને ભારત વચ્ચે 56 એરક્રાફ્ટ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે, બાકીના 40 ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) દ્વારા બનાવવામાં આવશે. દેશમાં પ્રથમ વખત પ્રાઈવેટ કંપની સેના માટે વિમાન બનાવશે.

આ કોમ્પ્લેક્સ દેશની પ્રથમ ખાનગી ફાઇનલ એસેમ્બ્લી લાઇન છે, જે મિલિટરી એરક્રાફ્ટ બનાવશે. ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેથી સૈનિકો, હથિયારો, ઈંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. આમાં ઈ295 ઓછા વજનના પરિવહનમાં મદદ કરશે.

ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેથી સૈનિકો, હથિયારો, ઈંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. આમાં C-295 ઓછા વજનના પરિવહનમાં મદદ કરશે. ઈ295 એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાના જૂના HS748 એવરોસ એરક્રાફ્ટનું સ્થાન લેશે. આ સિવાય યુક્રેનથી આવેલા એન્ટોનોવ અગ-32ને બદલવામાં આવશે.

શા માટે C-295 એરક્રાફ્ટ ગેમ-ચેન્જર છે?
સી-295 એ સમકાલીન ટેક્નોલોજી સાથે 5-10 ટન ક્ષમતાનું પરિવહન વિમાન છે, જે ભારતીય વાયુસેનાના જૂના એવા એવરો-748 વિમાનોનું સ્થાન લેશે. ઈ-295 એ 71 સૈનિક અથવા 50 પેરાટ્રૂપર્સના વ્યૂહાત્મક પરિવહન માટે અને વર્તમાન ભારે વિમાનો માટે અનુકૂળ ન હોય તેવા સ્થાનો પર લોજિસ્ટિક કામગીરી માટે વપરાતું શ્રેષ્ઠ વિમાન છે. મજબૂત અને ભરોસાપાત્ર કહેવાતું આ એરક્રાફ્ટ તમામ હવામાન પરિસ્થિતિઓમાં 11 કલાક સુધીની ઉડાન ભરી મલ્ટી કામગીરી કરી શકે છે. એ રણથી લઇને દરિયાઈ વાતાવરણમાં નિયમિત રીતે દિવસ અને રાત્રિના લડાઇ મિશનનું સંચાલન કરી શકે છે.

482 કિમી પ્રતિ કલાકની ઝડપે 4587 કિમી સુધી જઈ શકે
આ એરક્રાફ્ટ 7650 લિટર ફ્યૂઅલ સાથે આવે છે. એ મહત્તમ 482 કિમી પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. એની રેન્જ 1277થી 4587 કિમી છે. એ એમાં લોડ થયેલા વજન પર આધાર રાખે છે, પરંતુ ફેરી રેન્જ 5 હજાર કિ.મી. છે 13,533 ફૂટની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે છે.