Site icon Gujarat Mirror

ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ગેરરીતિ-ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રીને રજૂઆત

ક્યાંક ને ક્યાંક વિવાદ માં રહેતા ગોંડલ નગરપાલિકાનાં ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ સામે સતાધીશો સાથે સાંઠગાંઠ રાખી ગેરરીતી તથા ભ્રષ્ટાચાર આચરતા હોવાની સ્ફોટક રજુઆત તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિહ ઝાલાએ મુખ્યમંત્રીને કરી ચિફ ઓફિસર સામે ખાતાકીય પગલા ભરવા જણાવાયું છે. કોંગ્રેસ પ્રમુખની રજુઆતનાં પગલે પાલીકા વર્તુળો માં ચકચાર જાગી છે. હર્ષદસિહ ઝાલાએ રજૂઆતમાં જણાવ્યુ કે ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસને ગોંડલ નગર પાલિકામાં ફરજ નાં ત્રણ વર્ષ પુરા થવા છતા બદલાવાતા નથી. કારણ કે એ સતાધિસોનું પ્યાદુ બની ગેરરીતીઓ કે ભ્રષ્ટાચાર માં ભુમિકા ભજવી રહ્યા છે.

થોડા મહીનાઓ પુર્વે ડોર ટુ ડોર કચરા કલેક્શનનાં ટેન્ડરિંગ વેળા સુરત દરબાર વેસ્ટ કોર્પોરેશનનાં માલીકને નીચુ ટેન્ડર ભર્યુ હોવા છતા ચિફ ઓફિસર તથા અન્ય સતાધીશો એ પાલીકાની સરકારી ગાડી માં અપહરણ કરી જઈ તેને મારકુટ કરી બળજબરીથી ટેન્ડરિંગ માંથી ખસી જવા અંગે સોગંદનામુ કરાયાની ચકચારી ઘાટનામાં ગોંડલ બી’ડીવીઝન પોલીસમાં બનાવ અંગે પોલીસ ફરિયાદ થવા છતા આ ગુનાહિત કૃત અંગે ચિફ ઓફિસર વ્યાસ સામે સતાધીશોની મહેરબાનીથી કોઈ ખાતાકીય પગલા લેવાયા નથી.

ગત જન્માષ્ટમી પર્વ માં ભાજપ નાં આગેવાનો નાં ફોટા સાથે શુભેચ્છાઓ પાઠવતા મોટા હોર્ડીંગ શહેરમાં ઠેરઠેર લગાવાયાં હતા. આ હોર્ડીંગનાં બીલ નગર પાલિકામાં ઉધારી જાહેર નાણાનો જાણી જોઈ ને દુર્વય કરાયો છે. શહેર માં નવા બાંધકામો માં એફએસઆઈ નિયમાં ચિફ ઓફિસર દ્વારા ગેરકાયદેસર છુટછાટો આપી લાખો રુપીયાનો ભ્રષ્ટાચાર આચરાયો છે. બહુમાળી બિલ્ડીંગો ને જાનહાની ની પરવા કર્યા વગર મનસ્વી રીતે મંજુરી આપી ખિસ્સા ભરાયા છે.જો કોઈ માહિતી અધિકાર અંગે માહીતી માંગે તો એનકેન પ્રકારે માહીતી છુપાવવા કે માહિતી ના મળે તેવી દબંગગીરી ચિફ ઓફિસર વ્યાસ દાખવી રહ્યા છે.

ગોંડલમાં રાજાશાહી સમયનાં બે પુલ જર્જરીત હોવા અંગે હાઇકોર્ટમાં થયેલી પીઆઇએલની મેટરમાં રાજ્ય સરકાર દ્વારા ચિફ ઓફિસર સામે ખાતાકીય તપાસનો આદેશ કરાયો હતો.જે આજસુધી માત્ર કાગળ ઉપર રહ્યોછે.આમ ભાજપનાં આગેવાનો અને નગર પાલિકાનાં સતાધીશોનાં કહ્યાગરા બની રહેલા ચિફ ઓફિસર અશ્ર્વીન ભાઇ વ્યાસ સામે ખાતાકીય તપાસ હાથ ધરી યોગ્ય કરવા રજૂઆત માં જણાવાયું છે. હર્ષદસિહ ઝાલાએ મુખ્ય મંત્રી ઉપરાંત નગરપાલિકા પ્રાદેશિક નિયામક સહિત રજુઆત કરી છે.

ચીફ ઓફિસર વ્યાસનો જવાબ
ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસે જણાવ્યુ કે ગોંડલ પાલિકાનું કાર્ય નીતિનિયમ મુજબ ચાલી રહ્યું છે બાંધકામનું કામ હોય તો એ ઓનલાઇન થતી પ્રક્રિયા ઓનલાઈન થી થાય છે, બાકી બોર્ડ બેનર કે તેની પબ્લિસિટી કોઈપણ સદસ્ય દ્વારા થતી હોય તો તે સદસ્યનો ખાનગી ખર્ચ છે તેની સાથે પાલિકાને કઈ લેવાદેવા હોતા નથી બાકી આરોપો પાયા વિહોણા છે મન ઘડત છે : ચીફ ઓફિસર અશ્વિનભાઈ વ્યાસ

Exit mobile version