Site icon Gujarat Mirror

યુવતી ઉપર દુષ્કર્મ ગુજારી છેતરપિંડી આચરનાર આરોપીના રિમાન્ડ નામંજૂર

શહેરના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ ગુજારી અને સોનાના ઘરેણા, રોકડ , કાર અને એકટીવા મળી રૂૂ.20,10 લાખની છેતરપિંડી ના ગુનામાં ઝડપાયેલા કેશોદના ધ્રુવ જોશીની રિમાન્ડ અરજી અદાલતે નામંજૂર કરી છે.

વધુ વિગત મુજબ શહેરમા રહેતી યુવતીને કેશોદ સ્થિત ધૃવભાઈ દવે પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધી એકટીવા,કાર,ગુગલ પે ,બેંક ટ્રાન્સફરથી , રોકડા અને ફરીયાદીના માતાના નામે લોન તેમજ સોનાના ઘરેણા મળી રૂૂા. 20,10 લાખની છેતરપિંડી કર્યા અંગેની તા.1-11-2025 ના રોજ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનાના કામે પોલીસે કેશોદના ધ્રુવ જોશીની ધરપકડ કરી વિશેષ તપાસ માટે કોર્ટેમા પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કર્યા હતા

. આરોપીના એડવોકેટ સંજય એચ. પંડયા એ દસ્તાવેજી પુરાવા રજુ કરી કોર્ટે ને જણાવેલ કે, ફરીયાદી એ આરોપી ને લગ્ન કરવા બાબતે મોબાઈલ ચેટ થી રજુવાત કરેલ છે તથા આરોપી એ લગ્ન કરવાની સાફ ના પાડેલ છે તથા સેક્સ માટે ફરીયાદીએ આરોપીને બોલાવેલ છે જેનુ પણ મોબાઈલ ચેટ કોર્ટેમા રજુ રાખેલ તથા આરોપીની ડીસકવરી રીકવરી માટે રીમાન્ડ અરજી મંજુર કરી શકાય નહી તેવી દલીલો કરીને રીમાંડ અરજી રદ કરવા રજુવાત કરી હતી. જે ધ્યાને લઈ એડી. ચીફ. જયુ. મેજી. જજ આરોપી ની પોલીસ રીમાંડ અરજી નામંજુર કરી છે.આ કેસમાં આરોપી તરફે એડવોકેટ સંજય એચ. પંડયા, મનીષ એચ. પંડયા , જયદેવસિંહ ચૌહાન અને વનરાજસિંહ જાડેજા રોકાયેલ હતા.

Exit mobile version