રાષ્ટ્રીય
આસારામને રાહત, ખાનગી હોસ્પિટલમાં 30 દિવસ સુધી સારવારની મંજૂરી
સારવારનો તમામ ખર્ચ જાતે ઉઠાવવાનો રહેશે
જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત કુમાર માથુરની ડિવિઝન બેંચમાં આસારામ તરફથી હાજર રહેલા એડવોકેટ આરએસ સલુજાએ કહ્યું કે આસારામની તબિયત સતત બગડી રહી છે અને તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂૂર છે.
સગીર વયના યૌન શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા તબિયતની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને જોધપુરના ભગત કી કોઠી સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની મંજૂરી આપી છે. જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત કુમાર માથુરની ડિવિઝન બેંચમાં આસારામ તરફથી હાજર રહેલા એડવોકેટ આરએસ સલુજાએ કહ્યું કે આસારામની તબિયત સતત બગડી રહી છે અને તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂૂર છે.
તેમણે વિનંતી કરી હતી કે અગાઉ આપવામાં આવેલા આદેશમાં સુધારો કરવામાં આવે અને તેમને જરૂૂરિયાત મુજબ હોસ્પિટલમાં રહેવા દેવામાં ચૌધરીએ કહ્યું કે હોસ્પિટલમાં દાખલ થવાનો સમયગાળો અનિશ્ચિત ન હોવો જોઈએ અને તે વધુમાં વધુ 30 દિવસ સુધી મર્યાદિત હોવો જોઈએ.સૂચનને સ્વીકારીને ડિવિઝન બેન્ચે આદેશ આપ્યો કે આસારામને 30 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરી શકાય છે.
ત્યારબાદ તેમને ફરીથી જેલમાં મોકલવામાં આવશે. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે આસારામને કોઈપણ પેથોલોજીકલ અથવા રેડિયોલોજીકલ તપાસ માટે બસની વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવે અને તેના માટેનો તમામ ખર્ચ તે પોતે ઉઠાવશે.