12 માર્ચ સુધીમાં તમામ હોસ્પિટલ-લેબોરેટરીની નોંધણી ફરજિયાત

ગુજરાતમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ રાજ્ય અને દેશમાં ભારોભાર બદનામી થઈ છે. હવે, રાજ્ય સરકારે આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.…

ગુજરાતમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ રાજ્ય અને દેશમાં ભારોભાર બદનામી થઈ છે. હવે, રાજ્ય સરકારે આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેર કર્યું છે કે, 12મી, માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલોએ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ ફરજિયાતપણે નોંધણી-રજિસ્ટ્રેશન કરાવવું પડશે.


જો, જાહેર કરાયેલી સમય-મર્યાદામાં રજિસ્ટ્રેશન નહીં કરાયું હોય તેવી કોઈપણ આરોગ્ય સંસ્થા સામે (1) નાણાકીય કાર્યવાહી ઉપરાંત (2) સખત કાયદાકીય પગલાં ભરાશે. રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખૂબ જ જરૂૂરી છે. રજિસ્ટ્રેશન સિસ્ટમ દાખલ થવાથી રાજ્યમાં અયોગ્ય પ્રેક્ટિશનરો દ્વારા ઊંટવૈદું રોકી શકાશે.


ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઇઓ, આ અધિનિયિયમ હેઠળ જરૂૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઇ રહેલી હોસ્પિટલ્સના રજિસ્ટ્રેશન અંગે વિગતવાર સમીક્ષા કરાઇ હતી. સરકાર માને છે કે, હવે, આ કાયદાની કડક અમલવારીના પરિણામે ઉપચાર પધ્ધતિ પર અસરકારક નિયમન થશે અને હિતધારક ભાગીદારી, ઉપચાર પદ્ધતિઓ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધરશે. આ કાયદા હેઠળ, નોંધણી ફરજિયાત છે અને માન્ય તબીબી પદ્ધતિઓ માટે જ મંજૂર છે. જે તાત્કાલિક આરોગ્ય પરિસ્થિતિમાં વધુ સારા સંચાલન અને નોંધણીમાં સુધારો લાવશે.


આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ક્લિનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત છે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિધ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજિસ્ટ્રેશન ફરજિયાત પણ કરાવવું પડશે.


આ એક્ટ હેઠળ ક્લિનિક, ક્ધસલ્ટિંગ રૂૂમ, પોલી-ક્લિનિક ઉપરાંત 15 બેડથી લઇ 100થી વધુ પથારીઓ ધરાવતી હોસ્પ્ટિલ્સમાં બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી તેમજ સ્ટેન્ડઅલોન લેબ-અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે. આ તમામ કેટેગરીની સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ, કાયમી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂૂરી પ્રમાણપત્રો લેવા ફરજિયાત છે. પ્રમાણપત્ર વિના કાર્યરત સંસ્થા માટે રૂૂ. 10,000થી 5 લાખ સુધીના દંડની જોગવાઇ છે. અત્યાર સુધીમાં 28મી, નવેમ્બર-2024ની સ્થિતિએ રાજ્યની 5534 આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 2328 સરકારી, 3015 ખાનગી આરોગ્ય સંસ્થાનો સમાવેશ થાય છે. એ પૈકી પણ 4018 એલોપેથી, 185 આયુષ હોસ્પ્ટિલ્સ, 437 હોમિયોપેથી, 77 ડેન્ટલ ક્લિનિક, 108 ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલનો છે.