ગુજરાત
ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઇ
મગફળી-મગ-અડદ-સોયાબીન માટે હવે 10 નવેમ્બર સુધી થશે નોંધણી
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી વર્ષ ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનને ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારે વર્ષ 2024-થ25માં મગફળી માટે રૂૂ. 6783 (રૂૂ. 1356.60 પ્રતિ મણ), મગ માટે રૂૂ. 8682 (રૂૂ. 1736.40 પ્રતિ મણ), અડદ માટે રૂૂ. 7400 (રૂૂ. 1480 પ્રતિ મણ) તથા સોયાબિન માટે રૂૂ. 4892 (રૂૂ. 978.40 પ્રતિ મણ) પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કર્યા છે. ભારત સરકારની પી.એમ.આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પી.એસ.એસ. હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરાશે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોની નોંધણી તા. 31 ઓક્ટોબર સુધી કરવાની હતી.
જેની સમયમર્યાદા આગામી તા. 10 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ. મારફતે વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલમાં કરાઈ છે. જેનો રાજ્યના ખેડુતોએ લાભ લેવા અનુરોધ છે.
રાજ્યમાં વિવિધ ખરીદ કેન્દ્રો પર મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ બાદ તા. 11 નવેમ્બર, 2024થી તા. 08 ફેબ્રુઆરી, 2025 સુધી કરાશે. રાજ્ય સરકાર દ્વારા ખેડુતો પાસેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની પુરતા પ્રમાણમાં ખરીદી કરવા માટે સરકારે આગોતરૂૂ આયોજન હાથ ધર્યું છે, તેમ રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાની યાદીમાં જણાવાયું છે.