ગુજરાત
વિદ્યાસહાયકની ભરતીમાં વયમર્યાદામાં ઘટાડો, નવા વિવાદના એંધાણ
જનરલમાં પુરુષ અને મહિલા અનામત વર્ગમાં માત્ર પુરુષ ઉમેદવારોની વયમર્યાદામાં ફેરફાર
રાજયની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની ભરતી માટેની નોંધણી પ્રક્રીયા ચાલી રહી છે તેમાં સરકાર દ્વારા વિવાદને નિમંત્રણ આપવામાં આવ્યું હોય તેવો નિર્ણય લીધો છે. વિદ્યા સહાયકની વયમર્યાદામાં એક વર્ષનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે ઉમેદવારોમાં નારાજગી ફેલાઇ છે અને આગામી દિવસોમાં આ વિવાદ આક્રમક રૂપ ધારણ કરશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. આ નિર્ણયથી હજારો ઉમેદવારોને અસર થશે તેવી ચર્ચા ઉમેદવારોમાં થઇ રહી છે અને નારાજગી વ્યકત કરી રહ્યા છે.
રાજ્યની પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની ભરતી માટે હાલમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલી રહી છે. જોકે, આ કાર્યવાહી દરમિયાન ઉમેદવારોની વયમર્યાદામાં ઘટાડો કરાયો છે. 2022માં થયેલી ભરતી વખતે ધોરણ-6થી 8માં બિન અનામત તથા અનામત કેટેગરીમાં જે વયમર્યાદા નક્કી કરાઈ હતી, તેમાં આ વખતે એક વર્ષનો ઘટાડો કરાયો છે. 2022ની ભરતી વખતે બિન અનામતની વયમર્યાદા 18થી 36 વર્ષ રાખવામાં આવી હતી. જોકે, આ વખતે વયમર્યાદા ઘટાડી 18થી 35 વર્ષ કરી છે. પુરૂૂષ અને મહિલા બંને ઉમેદવારો માટેની વયમર્યાદામાં ઘટાડો કરાયો છે. આ ઉપરાંત જઈ, જઝ, જઊઇઈ, ઊઠજ કેટેગરીમાં પણ પુરુષોની વયમર્યાદા ઘટાડાઈ છે, જ્યારે મહિલાઓની વયમર્યાદામાં ફેરફાર કરાયો નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની સીધી ભરતી માટે સરકાર દ્વારા મંજૂર જગ્યાના પ્રમાણમાં સંબધિત જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂક માટે મેરિટના ધોરણે ભરતી માટેની કાર્યવાહી શરૂૂ કરાઈ છે. ધોરણ-1થી 5માં ગુજરાતી માધ્યમમાં અંદાજે 5 હજાર જગ્યા જ્યારે ધોરણ-6થી 8માં 7 હજાર જગ્યા પર ભરતી કરવામાં આવનાર છે. જ્યારે ધોરણ-1થી 8માં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમમાં 1852 જગ્યા પર ભરતી કરાશે. ભરતી માટે ઓનલાઈન અરજી પત્રક વેબસાઈટ પર 7 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ભરી શકાશે. સ્વીકાર કેન્દ્રોમાં અરજીપત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ 19 નવેમ્બરના રોજ સાંજના 5 વાગ્યા સુધીની રહેશે.
આમ, ધોરણ-6થી 8માં ભરતી માટે 7 હજાર જગ્યા તો માત્ર ગુજરાતી માધ્યમની છે. આ ઉપરાંત અન્ય માધ્યમની મળીને અંદાજે 8 હજાર જગ્યા પર ભરતી માટે હાલમાં ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. જોકે, ધોરણ-6થી 8ની ભરતી માટે ઉમેદવારોની વયમર્યાદામાં ઘટાડો કરાતા નારાજગી જોવા મળે છે. આ અગાઉ શિક્ષણ વિભાગે ધોરણ-6થી 8માં 2022માં નવેમ્બરમાં ભરતીની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે હવે બે વર્ષ પછી 2024માં નવેમ્બરમાં ભરતીની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
કેટેગરીમાં પુરુષો માટેની વયમર્યાદામાં ઘટાડો કરાયો છે. 2022 વખતે આ તમામ કેટેગરીમાં પુરુષો માટેની વયમર્યાદા 18થી 41 વર્ષ હતી. જોકે, આ વખતે વય મર્યાદા ઘટાડી 18થી 40 વર્ષ કરાઈ છે. જોકે, આ જ કેટેગરીમાં મહિલાઓ માટે વયમર્યાદામાં કોઈ ફેરફાર કરાયો નથી. મહિલાઓ માટે 2022ની જેમ આ વખતે પણ 18થી 45 વર્ષ રાખવામાં આવી છે.
ધોરણ-6થી 8ની ભરતીમાં વયમર્યાદા અગાઉ જે હતી તેનો અમલ ફરી કરાયો છે. 2022 વખતે ભરતીમાં કોરોનાના પગલે વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપવામાં આવી હતી. જોકે કોરોના પછી તે પત્રની મર્યાદા પૂર્ણ થતા ફરી જૂનો નિયમ અમલમાં આવતા વય મર્યાદા એક વર્ષ ઘટાડાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના અવલોકનનો છેદ ઉડયો
સરકારી નોકરીઓમાં ભરતી પ્રક્રિયા શરૂ થયા બાદ પસંદગી માટેના નિયમોમાં કોઇ ફેરફાર કરી શકાય નહી. ભરતી પ્રક્રીયા શરૂ થયા પછી નિયમ અથવા ભરતી માટેની જાહેરાત તેની મંજુરી ના આવે ત્યાં સુધી આ ફેરફાર ગેરકાયદે ગણાય તેમ ગઇકાલે જ સુપ્રિમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું. ગુજરાતમાં વિદ્યાસહાયકની ભરતીમાં આ આદેશનો છેદ ઉડયો હોય તેવું ઉમેદવારોને પ્રતિત થતું હોવાની ચર્ચાએ જોર પકડયું છે.