રાષ્ટ્રીય
ઝારખંડ ભાજપમાં બળવો, બે પૂર્વ ધારાસભ્યોએ પાર્ટી છોડી
ટિકિટ ફાળવણીમાં જૂથવાદ ચરમ સીમાએ
ઝારખંડમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા જ ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના વધુ બે પૂર્વ ધારાસભ્યો ઝારખંડ મુક્તિ મોરચામાં જોડાયા છે. ભૂતપૂર્વ ધારાસભ્યો લુઈસ મરાંડી અને કુણાલ સારંગી ઝારખંડ મુક્તિ મોરચા (ઉંખખ)માં જોડાયા છે.
2014ની ચૂંટણીમાં હેમંત સોરેનને હરાવી ચૂકેલા દુમકાના ભૂતપૂર્વ ધારાસભ્ય લુઈસ મરાંડીએ પક્ષની અંદર જૂથવાદ અને અનુશાસનહીનતાનો આરોપ લગાવીને ભાજપ છોડી દીધું હતું. તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને લાંબો પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને ટિકિટ ન મળવા પર પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પાર્ટીમાં ષડયંત્ર અને અનુશાસનહીનતાનું કારણ આપીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.
મહત્વનું છે કે બે દિવસ પહેલા જ ત્રણ વખત ભાજપના ધારાસભ્ય કેદાર હઝરા અને અઉંજઞ પાર્ટીના ઉમાકાંત રજક ઉંખખમાં જોડાયા હતા. આ પહેલા કેદાર હઝરા, ઉમાકાંત રજક ગણેશ મહાલી સહિત ઘણા નેતાઓ ઝારખંડ મુક્તિ મોરચામાં જોડાયા હતા.