ન્યુઝીલેન્ડ પહેલા રણજી ટ્રોફીમાં રમશે રવિન્દ્ર જાડેજા, સૌરાષ્ટ્રની ટીમમાં એન્ટ્રી

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને 2026-27 રણજી ટ્રોફીની પહેલી મેચ માટે સૌરાષ્ટ્ર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.2026-27 રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર પોતાની પહેલી મેચ છત્તીસગઢ સામે…

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને 2026-27 રણજી ટ્રોફીની પહેલી મેચ માટે સૌરાષ્ટ્ર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.2026-27 રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર પોતાની પહેલી મેચ છત્તીસગઢ સામે રમશે. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ODI શ્રેણી બાદ અનુભવી સ્પિન બોલર રવિન્દ્ર જાડેજાનેને 16 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ રણજી ટ્રોફી મેચ જાડેજા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આવતા મહિને ટીમ ઈન્ડિયા બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે જેમાં જાડેજા પણ સામેલ છે.

પહેલી ટેસ્ટ 19 થી 23 નવેમ્બર દરમિયાન યોજાવાની છે, ત્યારબાદ ક્રાઇસ્ટચર્ચમાં 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન બીજી ટેસ્ટ રમાશે.ભારત માટે ચાર ટેસ્ટ રમી ચૂકેલો ડાબોડી ઝડપી બોલર જયદેવ ઉનડકટ ટીમનું નેતૃત્વ કરશે. ગત રણજી સીઝનમાં સૌરાષ્ટ્રની ટીમ વહેલી બહાર થઈ ગઈ હતી. આ વખતે તેના ગ્રૂપ-બીમાં આંધ્ર, આસામ, છત્તીસગઢ, હૈદરાબાદ, કર્ણાટક, પંજાબ અને ત્રિપુરા છે. 11મી ઑક્ટોબરથી પણજીમાં ગોવાની મેચ બરોડા સામે રમાશે, જ્યારે અમદાવાદમાં ગુજરાત-ઓડિશા ટકરાશે.
સૌરાષ્ટ્ર રણજી ટીમ:
જયદેવ ઉનડકટ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, હાર્વિક દેસાઈ (વિકેટકીપર), અર્પિત વસાવડા, ચિરાગ જાની, પ્રેરક માંકડ, જય ગોહિલ, ચેતન સાકરીયા, અંકુર પંવાર, સમર ગજ્જર, પાર્થ ભૂત, વિશ્વરાજસિંહ જાડેજા, હેત્વિક કોટક, નીલ પંડ્યા, અર્થ યાદવ, તરંગ ગોહેલ.