ગુજરાતના પ્રદેશ મહામંત્રી પદે રત્નાકર યથાવત, અરૂણ બિન્નાડીને સહમહામંત્રીની જવાબદારી

ભાજપ દ્વારા દેશના વિવિધ રાજ્યોના સંગઠન મહામંત્રી તથા સહમહામંત્રીની નિમણુંકો કરવામાં આવી છે તેમાં ગુજરાત ભાજપના સંગઠનના પ્રદેશ મહામંત્રી તરીકે રત્નાકર પાંડેને યથાવત રાખવામાં આવ્યા…

ભાજપ દ્વારા દેશના વિવિધ રાજ્યોના સંગઠન મહામંત્રી તથા સહમહામંત્રીની નિમણુંકો કરવામાં આવી છે તેમાં ગુજરાત ભાજપના સંગઠનના પ્રદેશ મહામંત્રી તરીકે રત્નાકર પાંડેને યથાવત રાખવામાં આવ્યા છે. જયારે અરૂણ બિન્નાડીને સહમહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.

નવા સંગઠન સહમંત્રી અરૂણ બિન્નાડીને રાજકોટ ખાતે નિમણુંક આપી સૌરાષ્ટ્રના સંગઠનનો હવાલો સોંપવામાં આવ્યાનું જાણવા મળે છે. જયારે વર્તમાન સંગઠન મહામંત્રી રત્નાકરને ગુજરાત ઉપરાંત દીવ-દમણ અને દાદરાનગર હવેલીની પણ જવાબદારી સોંપવામાં આવતા સંગઠનમાં રત્નાકર પાંડેનો દબદબો વધ્યો છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વના સંગઠનાત્મક ફેરફારો કરવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય નિતિન નવીન દ્વારા દેશભરમાં વિવિધ પદાધિકારીઓની નવી નિયુક્તિઓ જાહેર કરવામાં આવી છે.

આ નવી યાદી અનુસાર, પાર્ટીના રાષ્ટ્રીય સહ મહામંત્રી (સંગઠન) તરીકે શિવપ્રકાશને મુંબઈ કેન્દ્ર સાથે આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ગોવાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સૌદાન સિંહને ભુવનેશ્વર કેન્દ્ર સાથે બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળની જવાબદારી આપવામાં આવી છે.
રત્નાકરને ગુજરાત, દાદરા નગર હવેલી અને દમણ તેમજ દીવ માટે પ્રદેશ મહામંત્રી (સંગઠન) તરીકે અમદાવાદ કેન્દ્રથી જવાબદારી સંભાળશે. અરુણ બિલ્નાડી ગુજરાત માટે પ્રદેશ સહ મહામંત્રી (સંગઠન) તરીકે સૌરાષ્ટ્રની જવાબદારી સંભાળી રાજકોટ કેન્દ્રથી કાર્યભાર સંભાળશે. સતીશ પ્રદેશ સહ મહામંત્રી (સંગઠન) – મહારાષ્ટ્ર તેમજ જનજાતિ સંપર્ક 4 પ્રદેશ ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર માટે નાગપુર કેન્દ્રથી જવાબદારી સંભાળશે.