ગુજરાત
મુળીના ભેટ ગામની સગીરા પર દુષ્કર્મ: બે સગાભાઇ સામે ફરિયાદ
યુવાને સગીરા પર પાંચ વાર દુષ્કર્મ ગુજાર્યું: આરોપીના ભાઇએ મદદગારી કરી
મૂળી તાલુકાનાં ભેટ ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને થાન તાલુકાના ઉંડવી ગામનો યુવક લગ્ન કરવાની લાલચ આપી 5 દિવસ સુધી સગીરાની મરજી વિરૂૂદ્ધ તેની સાથે શારીરિક સબંધ બાંધી યુવકનાં ભાઇએ સાચવી રાખવા બાબતે મદદગારીમાં ઉંડવીનાં 2 સગાભાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. મૂળીનાં ભેટ ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીને તેમના જ ઘરે અવાર નવાર આવતા યુવક વિરમભાઇ ધીરૂૂભાઇ સારદિયા સાથે ઓળખાણ થઇ હતી.
આથી યુવકે સગીરાને લગ્ન કરી લઇએ કહી ઘરેથી નીકળી જવા જણાવ્યું હતું.આથી યુવક, સગીરા ઉંડવી જતા યુવકનાં પરિવારજનોએ સગીરાને ઘરે મૂકવા કહ્યું હતું. પરંતુ વિરમ તેને મોરબી કારખાનામાં તેનો ભાઇ દશરથભાઇ સારદિયા જ્યાં કામ કરતો હતો ત્યાં લઇ ગયો હતો. જ્યાં રાતનાં સમયે વિરમે સગીરાને શારીરિક સબંધ બાંધવા જણાવ્યું હતું. સગીરાએ શારીરિક સંબંધ નથી બાંધવો તેમ કહેવા છતાં વિરમે સતત 5 દિવસ સુધી શરીર સુખ માણ્યું હતું. આ સમયે તેનો ભાઇ દશરથ ઓરડીની બહાર સૂતો હતો. બાદમાં સગીરાને તેનાં મામાનાં ગામ ખંપાળીયા રાત્રે મૂકી જઇ વિરમ જતો રહ્યો હતો. આ અંગે ઉંડવી ગામનાં વિરમ, દશરથ સામે ફરિયાદ દાખલ કરાવાઈ છે.