કચ્છ

રણોત્સવ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ સાકાર કરવાનો અવસર: CM

Published

on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત મહાનુભાવોની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રણોત્સવ થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું હતું.


અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ એવા સરદાર પટેલની પુણ્યતિથિએ તેમને વંદન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જેવી રીતે સરદાર સાહેબે દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારત બનાવ્યું તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના જ પદ ચિહ્નો પર ચાલીને એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે. આ માટે તેમણે દેશના તમામ રાજ્યોની ભાષા, સંસ્કૃતિ અને પ્રવાસનને મહત્વ આપ્યું છે. રણની સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો આજનો આ રણોત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો જ અવસર છે.
રાજ્ય સરકારે કચ્છને આપેલી પ્રવાસન સુવિધા વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવાઓ શરૂૂ કરવામાં આવી છે. જેના કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે એરપોર્ટથી સીધા જ સફેદ રણ સુધી પહોંચી શકે છે.

રણોત્સવની શરૂૂઆત થઈ ત્યારથી દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે 7 લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી હતી. કચ્છ રણોત્સવમાં આવતા પ્રવાસન પ્રેમીઓ રણની મોજ માણવા સાથે માતાનો મઢ, માંડવી, કાળો ડુંગર, નારાયણ સરોવર જેવા દર્શનીય સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે પણ સરકારે વોલ્વો બસ સેવા શરૂૂ કરી છે. વિકસિત ભારત 2047ના વડાપ્રધાનના સંકલ્પમાં પ્રવાસન ક્ષેત્રને અગ્રેસર બનાવીને આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ પાર પાડવી છે. વિકાસ અને વિરાસતનો સમન્વય ધરાવતો આ રણોત્સવ એ માટે દિશાદર્શક બનશે એવા વિશ્વાસ પણ આ તકે મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.


મુખ્યમંત્રી સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છી ખમીર, કચ્છના ભૂગોળ, ઇતિહાસ, કચ્છની સંસ્કૃતિને વર્ણવતી નૃત્ય નાટિકા તેમજ વ્રજવાણીની આહીરાણીઓ અને ઢોલીની અમર કહાની રજૂ કરતો ગરબો નિહાળી અભિભૂત થયા હતા. કચ્છના ઐતિહાસિક સ્થળો, કચ્છની રાજવી વિરાસતો રજૂ કરતો કચ્છડો બારેમાસ નાટિકાએ મુખ્યમંત્રી સહિત ઉપસ્થિતો મહાનુભાવોના મન જીતી લીધી હતા. કચ્છ, કચ્છી અને તેની સંસ્કૃતિ તેમજ કચ્છના વિકાયાત્રાને નૃત્ય,સંગીત તથા ગાયન સાથે જીવંત કરતી નૃત્ય નાટિકા રજૂ કરી કલાકારોએ લોકોને ડોલાવ્યા હતા. મારું મન મોર બની થનગનાટ કરે ગીતને ગાયક કલાકારે નૃત્યકારો સાથે લાઈવ રજૂ કરીને પ્રવાસીઓના મન મોહી લીધા હતા. પૂર્ણ ચાંદની રાતે લાઈવ પ્રસ્તુતિભોલે નાથ શંકરા ગીતે ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. આ ઉપરાંત કચ્છી લોક સંગીત અને કલાઓને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રીએ નિહાળી હતી.


આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અગ્રણી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય સર્વે કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, ધોરડો જૂથ ગ્રામ પંચાયતના સરપંચ મિયાં હુસેન, ગુજરાત ટુરિઝમના સચિવ રાજેન્દ્રકુમાર, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડના કમિશનર અને મેનેજિંગ ડાયરેક્ટર એસ. છાકછુઆક, કચ્છ કલેક્ટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, સૌરાષ્ટ્ર કચ્છ રિજિયનના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ, બી.એસ.એફના ડીઆઈજી અનંતકુમાર, ટીસીજીએલના જનરલ મેનેજર ચેતન મિસણ, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ સહિત સ્થાનિક પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી સિઝનમાં 460 વધુ ટેન્ટ ઉભા કરાશે : પ્રવાસન મંત્રી
પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે, લાખો સહેલાણીઓની કચ્છ મુલાકાતથી સ્થાનિક કલાઓને પ્રાધાન્ય મળ્યું છે. રણોત્સવના આયોજનના લીધે કચ્છના કલાકારોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થયું છે. મધ્યમવર્ગીય લોકો પણ રણોત્સવ મુલાકાત દરમિયાન ટેન્ટમાં રોકાણનો લ્હાવો માણી શકે તે માટે રૂૂ. 54 કરોડથી 460થી વધુ ટેન્ટ આગામી સિઝનમાં ઊભા કરાશે તેમ પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું. વધુમાં પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના વિઝનથી કચ્છની સંસ્કૃતિ આજે દેશ દુનિયામાં પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version