રણબીરની ‘રામાયણે’ ઇતિહાસ રચ્યો, વૈશ્ર્વિક કમાણી રૂા.1000 કરોડને પાર

રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી અભિનીત પૌરાણિક મહાકાવ્ય ફિલ્મ ’રામાયણમ ભાગ 1’ એ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડીને નવો ઈતિહાસ રચ્યો છે.…

રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી અભિનીત પૌરાણિક મહાકાવ્ય ફિલ્મ ’રામાયણમ ભાગ 1’ એ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડીને નવો ઈતિહાસ રચ્યો છે. નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત અને નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે વૈશ્વિક સ્તરે ₹1000 કરોડનો જાદુઈ આંકડો પાર કરીને બોક્સ ઓફિસ પર ધમાકો મચાવી દીધો છે. આશરે ₹4000 કરોડના વિશાળ બજેટમાં બનેલી આ ફિલ્મ બે ભાગમાં વિભાજિત છે, જેનો પહેલો ભાગ 5 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયો હતો.

રિલીઝ થયા બાદ ફિલ્મે સપ્તાહના અંતે અસાધારણ પ્રદર્શન કર્યું હતું. જોકે, અગાઉના દિવસોની સરખામણીમાં આઠમા દિવસે (ગુરુવારે) કમાણીમાં થોડો ઘટાડો નોંધાયો છે. ટ્રેડ એનાલિસિસ વેબસાઇટ ‘જફભક્ષશહસ’ ના પ્રારંભિક અંદાજો મુજબ, 22,000 શો પરથી ફિલ્મે આઠમા દિવસે ભારતીય બજારમાં આશરે ₹53.50 કરોડની કમાણી કરી છે. અગાઉના સાતમા દિવસે ફિલ્મે 24,239 શો દ્વારા આશરે ₹70 કરોડની કમાણી કરી હતી. શ્રદ્ધાળુઓ અને દર્શકોમાં ફિલ્મનો ક્રેઝ હજુ પણ અકબંધ છે.

ભારતમાં ચોખ્ખી (નેટ) કમાણી: ₹564.60 કરોડ અને ભારતમાં કુલ (ગ્રોસ) કમાણી: ₹675.05 કરોડ જ્યારે વર્લ્ડવાઈડ કમાણી: ₹1,033.55 કરોડ સાથે ફિલ્મની વૈશ્વિક કમાણીએ ₹1000 કરોડની ક્લબમાં સફળ પ્રવેશ કરી લીધો છે. આ ભવ્ય ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં, સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં અને સાઉથના સુપરસ્ટાર યશ રાવણની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, ફિલ્મમાં રવિ દુબે, અરુણ ગોવિલ, લારા દત્તા, રકુલ પ્રીત સિંહ અને વિવેક ઓબેરોય જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકાઓમાં છે. મેકર્સ દ્વારા આ ફિલ્મનો બીજો ભાગ દિવાળી 2028 દરમિયાન સિનેમાઘરોમાં રિલીઝ થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.