Site icon Gujarat Mirror

ભાજપમાં રમેશભાઇ ધડુકને પ્રદેશ ઉપપ્રમુખની મહત્વની જવાબદારી

ગોંડલ શહેર આજે રમેશભાઈ ધડુકના સન્માનના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. તેમના નિવાસસ્થાને તેમજ શહેરના વિવિધ સ્થળોએ લોકો દ્વારા હારતોરા અને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.
આજે ગોંડલના તુલસી સ્ક્વેર ખાતે આવેલી જીગરભાઈ સાટોડિયાની ઓફિસ પર એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો, શહેરના નામાંકિત વેપારીઓ, સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડેલા યુવાનો આ તમામ લોકોએ રમેશભાઈ ધડુકને પરંપરાગત પાઘડી પહેરાવી, ફુલહાર કરી અને મોં મીઠું કરાવીને ઉષ્માભેર અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં એક અનોખો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો હતો.

નવી જવાબદારી સંભાળ્યા બાદ રમેશભાઈ ધડુકે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની નવી ટીમમાં મને ઉપપ્રમુખ તરીકે સ્થાન આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીનો આભાર માનું છું. ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું છું કે પાર્ટીએ મને જે સંગઠનની જવાબદારી સોંપી છે, તે હું નિષ્ઠાપૂર્વક નિભાવી શકું. લોકોનો આ ઉત્સાહ અને પ્રેમ જોઈને હું ખૂબ આનંદિત છું.રમેશભાઈ ધડુકની આ નિમણૂકથી આગામી સમયમાં સંગઠન વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત ના કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે. સમગ્ર ગોંડલ પંથકમાં હાલમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Exit mobile version