રામમંદિર ચોરી: 6 લોકો સામે FIR થશે, સિટની ભલામણ સ્વીકારાઈ

  કથિત રામ મંદિર દાન ચોરી કેસની તપાસ કરી રહેલી SIT દ્વારા કરવામાં આવેલી ઘણી ભલામણો સ્વીકારવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં છ વ્યક્તિઓ…

 

કથિત રામ મંદિર દાન ચોરી કેસની તપાસ કરી રહેલી SIT દ્વારા કરવામાં આવેલી ઘણી ભલામણો સ્વીકારવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં છ વ્યક્તિઓ સામે FIR નોંધવામાં આવશે. વધુમાં, ટ્રસ્ટ ઈઊઘની નિમણૂક માટે સંમત થયું છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પુરાવા સાથે SIT ઓફિસ પહોંચ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ (ટઇંઙ) પણ આ વિવાદ અંગે અવાજ ઉઠાવી રહી છે. ટઇંઙ પ્રમુખ આલોક કુમારે જણાવ્યું હતું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. એવી વ્યવસ્થા હોવી જોઈતી હતી કે કોઈ પણ પ્રકારની અનિયમિતતા માટે કોઈ જગ્યા ન રહે. ટ્રસ્ટનો બચાવ કરવાની કોઈ જરૂૂર નથી, આ એક ગંભીર ભૂલ છે. અમુક વ્યક્તિઓને ચોરી કરવા માટે છૂટ આપવામાં આવી હતી. પોલીસે આ મામલે FIR નોંધવી જોઈએ અને કોઈપણ દબાણ કે પક્ષપાત વિના કાર્યવાહી કરવી જોઈએ.

આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે SIT ને જમીન કૌભાંડ સંબંધિત દસ્તાવેજો સોંપ્યા છે. સિંહના જણાવ્યા મુજબ, રામ મંદિર ટ્રસ્ટને રૂા.50 લાખની મિલકત કરોડોમાં વેચવામાં આવી હતી, અને ચંપત રાયે સીધી ટ્રસ્ટ વતી તે ખરીદી હતી. નોંધનીય છે કે તેમને અગાઉ લગાવેલા આરોપોને સમર્થન આપતા પુરાવા આપવા માટે કાર્યાલયમાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું. રામ મંદિર દાન ચોરી કેસમાં છ વ્યક્તિઓ સામે FIR નોંધવામાં આવશે; જેમાં મંદિરમાં કામ કરતા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં એક કરોડ રૂૂપિયાથી ઓછી રકમની નોંધપાત્ર નાણાકીય ગેરરીતિઓ બહાર આવી છે. વધુમાં, મંદિર માટે CEOની નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવી છે, જેના પર ટ્રસ્ટ સંમત થયું છે. આ પદ પર નિવૃત્ત અધિકારીની નિમણૂક થઈ શકે છે.