ગુજરાત
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીને દુષ્કર્મના કેસમાં હોઇકોર્ટે આપ્યું રક્ષણ
યુવતીને અન્ય યુવક સાથે પણ મૈત્રી કરાર હોવાથી લગ્ન નહીં કર્યાનો બચાવ
પોલીસ વિભાગની મહિલા કર્મચારીની લગ્નના વચન આપી દુષ્કર્મની ફરિયાદમાં છખઈના અધિકારીને હાઇકોર્ટે રક્ષણ આપ્યું છે. અરજદાર આરોપીની અરજીમાં હાઇકોર્ટે ચાર્જફ્રેમ કરવા સામે હાલ રક્ષણ આપ્યું છે. અરજદારની દલીલ હતી કે યુવતીએ અન્ય વ્યક્તિ સાથેના મૈત્રી કરાર અંગે તેને જાણ કરી નહોતી.
રાજકોટના એક પોલીસ સ્ટેશનમાં (રાજકોટ મ્યુ.કોર્પો.)માં ફરજ બજાવતા અધિકારી સામે પોલીસ વિભાગમાં ફરજ બજાવતી યુવતીએ ઈંઙઈ 376(2)(ક્ષ), 323 અને 506(2) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે રાજકોટની કોર્ટમાંથી આરોપીને શરતી જામીન મળી ચૂક્યા છે. હવે તે પોતાના સામેની કાનૂની કાર્યવાહી રદ્દ કરવા હાઈકોર્ટ પહોંચ્યો હતો. અરજદારની રજૂઆત સાંભળીને હાઇકોર્ટે ફરિયાદી પક્ષને જવાબ રજૂ કરવા નોટિસ આપી છે. તો રાજકોટની કોર્ટમાં આરોપી સામે ચાર્જફ્રેમ સામે રક્ષણ આપ્યું છે.છખઈમાં એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીને ડિમોલિશનની કામગીરીમાં પોલીસ વિભાગ સાથે સંકલનમાં કામ કરવાનું હોવાથી તેને મહિલા પોલીસ કર્મચારી સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાતચીત થકી પ્રેમ સંબંધ બંધાયો હતો.
બંને એક બીજાને મળતા અને ફરવા જતા, સહમતિથી પાંચ વર્ષ જેટલો સમય સંબંધ રહ્યો હતો. અધિકારીએ મહિલા પોલીસ કર્મચારીને લગ્નનું વચન પણ આપ્યું હતું. જો કે ત્યારબાદ તેને લગ્નની ના પાડી દેતાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.અરજદારે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે તે યુવતી સાથે લગ્ન કરવાનો હતો પણ તેને જાણવા મળ્યું હતું કે યુવતી અન્ય એક યુવક સાથે મૈત્રી કરારમાં રહે છે.
જે સંબંધો વિશે તેને અરજદારને જણાવ્યું નહોતું, મૈત્રી કરારમાં રહેતા યુવકે પણ યુવતી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અરજદારના ઘરે અને કામના સ્થળે જઈને ધમકીઓ આપતા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. આથી હવે અરજદાર ફરિયાદી યુવતી સાથે લગ્ન કરવા માંગતો નથી. આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. અરજદારની ડિસ્ચાર્જ અરજી રાજકોટ કોર્ટે નકારી દીધી છે. રાજકોટ કોર્ટમાં કેસની આગામી મુદત ચાલુ મહિનામાં છે. કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદા પણ ટાંક્યા હતા.