ગુજરાત
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.પ્રભવ જોષી રજા ઉપર
ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીને ચાર્જ સોંપાયો
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.પ્રભવ જોષી આજથી આખુ અઠવાડીયું મળી શકશે નહીં. કલેક્ટર ડો.પ્રભવ જોષી ત્રણ દિવસની રજા ઉપર જતા તેનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેને સોંપ્યો છે.
મળતી માહિતી મુજબ જિલ્લા કલેક્ટર ડો.પ્રભવ જોષી આજથી ત્રણ દિવસની અંગત કારણોસર રજા ઉપર ગયા છે. જ્યારે ગુરુ અને શુક્રવાર દરમિયાન ગાંધીનગર ખાતે યોજાનાર આઇપીએસ-આઇએએસની કોન્ફરન્સમાં હાજરી આપનાર છે. જ્યારે શનિ-રવિની રજાઓ આવતી હોય, હવે જિલ્લા કલેક્ટર સીધા આગામી સોમવારે મળી શકશે.