Site icon Gujarat Mirror

15 ઓકટોબરે જ રિલીઝ થશે રજનીકાંતની ‘જેલર-2’

ફરી શૂટીંગ થવાની અફવાઓ પર પૂર્ણવિરામ

સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો માટે એક રાહતના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી અફવાઓ વહેતી થઈ હતી કે ’જેલર 2’નું શૂટિંગ ફરીથી થઈ રહ્યું હોવાથી ફિલ્મની રિલીઝ પાછી ઠેલવાઈ શકે છે. જોકે, નિર્માતાઓએ આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે અને ફિલ્મની સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.

ફિલ્મના પ્રોડક્શન હાઉસ સન પિક્ચર્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટ કર્યું છે કે ’જેલર 2’ પાછી ઠેલાઈ નથી. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ 15 ઓક્ટોબરના રોજ જ સિનેમાઘરોમાં ધમાકો કરવા માટે આવી રહી છે. દશેરાના વીકેન્ડ દરમિયાન રિલીઝ થતી હોવાથી બોક્સ ઓફિસ પર આ ફિલ્મ રેકોર્ડબ્રેક ઓપનિંગ કરશે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. નેલ્સન દિલીપકુમારના નિર્દેશનમાં બનેલી આ સિક્વલમાં રજનીકાંત અને રમ્યા કૃષ્ણન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વર્ષ 2023માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ’જેલર’ની સફળતા બાદ ફેન્સ આ સીક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Exit mobile version