રજનીકાંતની ‘જેલર-2’ની કમાણી 11 દિવસમાં 750 કરોડને પાર

રજનીકાંતની જેલર 2ની બોક્સ ઓફિસે ધૂમ જેલર 2એ વિશ્વભરમાં 710 કરોડની કમાણી કરી ફિલ્મે કમાણીમાં રિલીઝના 11 દિવસની અંદર જ વિશ્વભરમાં રૂૂપિયા 700 કરોડથી વધુનો…

રજનીકાંતની જેલર 2ની બોક્સ ઓફિસે ધૂમ જેલર 2એ વિશ્વભરમાં 710 કરોડની કમાણી કરી ફિલ્મે કમાણીમાં રિલીઝના 11 દિવસની અંદર જ વિશ્વભરમાં રૂૂપિયા 700 કરોડથી વધુનો આંકડો વટાવી લીધો સુપરસ્ટાર રજનીકાંત સ્ટારર તમિલ એક્શન થ્રિલર ’જેલર 2’ સિનેમાઘરોમાં

રિલીઝ થયાને 11 દિવસ પૂર્ણ થઈ ગયા છે, છતાં દર્શકોમાં આ ફિલ્મનો ક્રેઝ અકબંધ જોવા મળી રહ્યો છે.
15 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મને દશેરાના તહેવાર ટાણે રજાઓનો પૂરો ફાયદો મળ્યો છે. આ ફિલ્મે કમાણીમાં રિલીઝના 11 દિવસની અંદર જ વિશ્વભરમાં રૂૂપિયા 700 કરોડથી વધુનો આંકડો વટાવી લીધો છે.24 ઓક્ટોબરે ફિલ્મે 24.15 કરોડ રૂૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જેમાં તમિલમાંથી રૂૂપિયા 17.35 કરોડ, તેલુગુમાંથી રૂૂપિયા 04.50 કરોડ, હિન્દીમાંથી રૂૂપિયા 3.15 કરોડ અને કન્નડમાંથી રૂૂપિયા 70 લાખનું કલેક્શન થયું હતું.જ્યારે 11મા દિવસ એટલે કે રવિવારની વાત કરીએ તો, આ ફિલ્મે દેશભરમાં રૂૂપિયા 25.70 કરોડની કમાણી કરી હતી.

આ સાથે જ ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન રૂૂપિયા 398.70 કરોડ થઈ ગયું છે. ઓવરસીઝ માર્કેટની વાત કરીએ તો, 11મા દિવસે ફિલ્મે વિદેશમાંથી રૂૂપિયા 10 કરોડ કમાયા હતા, જેનાથી ગ્લોબલ ગ્રોસ કલેક્શન રૂૂપિયા 710.35 કરોડ સુધી પહોંચી ગયું છે.ભારતમાં રૂૂપિયા 398.70 કરોડની કમાણી સાથે ’જેલર 2’ ભારતમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બની ગઈ છે. જોકે, વર્લ્ડવાઇડ કલેક્શનના મામલે આ ફિલ્મ સૌથી આગળ નીકળી ગઈ છે. ભારતમાં તમિલ સિનેમાની સૌથી મોટી ફિલ્મ બનવા માટે તેણે રજનીકાંતની જ ફિલ્મ ’2.0’ નો રેકોર્ડ તોડવો પડશે, જેનાથી ’જેલર 2’ હવે માત્ર રૂૂપિયા 6.30 કરોડ જ દૂર છે.નેલ્સન દિલીપકુમાર દ્વારા લિખિત અને ર્નિદેશિત ’જેલર 2’ નુ નિર્માણ કલાનિધિ મારન દ્વારા ’સન પિક્ચર્સ’ના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.