ગુજરાત

રાજભાએ ખાલી દિલગીરી વ્યક્ત કરી છે, ડાંગ આવીને માફી માગે, ડાયરાનો ડખો વર્ક્યો

Published

on

આહવામાં રાજભા ગઢવીના પૂતળાને ચપ્પલનો હાર પહેરાવીને વિરોધ

લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા માફી માગવા જતાં વિરોધનો વંટોળ તેમનો પીછો છોડી રહ્યો નથી. રાજભા ગઢવીએ વીડિયો જાહેર કરીને માફી છતાં આજે ડાંગના આહવામાં આદિવાસી સમાજના લોકોએ રાજભા ગઢવીના પૂતળાને ચપ્પલનો હાર પહેરાવીને વિરોધ નોંધાવ્યો છે. સાથે જ આદિવાસી સમાજના લોકોએ કહ્યું કે, રાજભા ગઢવી તેમણે કરેલી ટિપ્પણી બદલ આદિવાસી સમાજની માફી નથી માગી, વિવાદનો અંત લાવવા માટે પોતે કરેલા નિવેદન પર માત્ર દિલગીરી વ્યક્ત કરી છે. રાજભા ગઢવીને જો ખરેખર દુખ હોય તો ડાંગના આહવામાં આવીને માફી માંગે.


આદિવાસી સમાજના યુવા આગેવાન તુષાર કામળીએ આહવા ખાતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમારા આદિવાસી સમાજના વીર સપુતો વીર બિરસામુંડા મામા તાત્યા ભિલ એવા અમારા યોદ્ધાઓએ આ દેશને આઝાદી અપાવી છે અને ઓછા કપડે આઝાદી અપાવી છે અને તમે કપડાં કાઢી લે એવી વાત કરો છો, આ ટીપ્પણીને લઈને આદિવાસી સમાજમાં આક્રોશ છે અને આદિવાસી સમાજ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો પણ નોંધાવશે.


ડાંગના આદિવાસી સમાજના યુવાનો દ્વારા આહવા ખાતે રાજભા ગઢવીના પૂતળાને ચપ્પલનો હાર પહેરાવાયો હતો. આદિવાસી સમાજના યુવા આગેવાન રાકેશ પવાર તથા તુષાર કામળીની આહવા ખાતે પોલીસે અટકાયત કરી હતી.


ડાંગના આહવા ખાતે આદિવાસી સમાજના યુવાનો સાથે પોલીસનો બોલાચાલીનો વીડિયો પણ વાયરલ થયો છે. આદિવાસી યુવાનોનું કહેવું છે કે, રાજભા ગઢવી તેમણે કરેલી ટિપ્પણી બદલ આદિવાસી સમાજની માફી નથી માંગી. વિવાદનો અંત લાવવા માટે પોતે કરેલા નિવેદન પર માત્ર દિલગીરી વ્યક્ત કરી છે માફી નથી માંગી, ડાંગમાં આવીને માફી માગવી પડશે તેવું આદિવાસી સમાજના યુવાનોએ જણાવ્યું.


રાજ્યકક્ષાના મંત્રી અને ડાંગના પ્રભારી કુંવરજી હળપતિએ કહ્યું કે, રાજભાના નિવેદનને હું વખોડી છું અને આ પ્રકારનું નિવેદન સાંખી નહીં લેવાય. જો કે વિરોધ વધતાં રાજભા ગઢવીએ દિલીગીર વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, હું પણ ગીરનો વનબંધુ છું તો કેવી રીતે ડાંગના વનબંધુ વિશે ખરાબ બોલી શકું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version