ગુજરાત
રૈયાધારનો પરિવાર કચ્છ ફરવા ગયો ને મકાન માંથી દાગીના-રોકડની ચોરી થઇ
રાજકોટમાં તહેવારોની રજા પૂરી થતા બહાર ગયેલા લોકો ઘરે પરત ફર્યા છે. ત્યારે હવે ચોરીની ઘટના સામે આવી છે રૈયાધારે રહેતો પરિવાર કચ્છ કબરાઉ ફરી ઘરે આવ્યો ત્યારે તેમના ઘરમાંથી રોકડ અને દાગીના સહિત રૂા.31 હજારની મતાની ચોરી થયાનું જાણવા મળ્યુ હતુ. આ ચોરીમાં કોઇ જાણભેદૂ હોવાનું શંકાએ પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, રૈયાધારના 12 મળીયા આવસમાં રહેતા બાબુભાઇ ગોવિંદભાઇ બથવારે ફરિયાદ જણાવ્યુ હતુ કે, તેઓ તા.31ના રોજ પરિવાર સાથે કચ્છ કબરાઉ ગયા હતા ત્યારબાદ તા.5ના રોજ રાત્રીના અઢી વાગ્યે પરત ફર્યા હતા. ત્યારે ઘરનું તાળુ ખોલી રૂમમાં જઇને બધા સુઇ ગયા હતા અને બપોરે શાયપર ગામે સાસુ વાલીબેન પાંચલના ઘરે જવુ હોય જેથી ત્યા જવા રિક્ષાની ચાવી શોધતા હતા ત્યારે ચાવી જોવામાં આવી નહોતી અને આ અંગે ઘરમાં કબાટમાં તાપસ કરતા તેમાં રોકડ અને અલગ-અલગ દાગીના સહિત રૂા.31,200નો માલમતાની ઘરમાંથી કોઇ ચોરી ગયાનું જાણવા મળ્યુ હતુ.
આ ઘટના અંગે આ ચોરી પાછળ કોઇ જાણભેદૂ હોવાની શંકા સેવાઇ રહી છે. આ મામલે યુનવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છુે.