ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે દેવચડી ગામે ચાલતી દેશી દારૂૂની ભઠ્ઠી પર દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટના સ્થળેથી દેશી દારૂૂ, આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂૂ. 61,650 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજયસિંહ પ્રવિણસિંહ ઝાલા અને તેમની ટીમ પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન દેવચડી ગામના બસ સ્ટેશન પાસે પહોંચતા બાતમી મળી હતી કે, દેવચડીનો અનિલ ઉર્ફે નિલેષ ચાંડપા પોતાના કબજા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખીને દેવચડી ગામે રામદેવપીરના મંદિરની પાછળ ધાર વિસ્તારમાં આવેલા મકાન પર બપોરે 2:45 વાગ્યે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે મકાનની અંદરથી અનિલ ઉર્ફે નિલેષ ખીમજીભાઈ ચાંડપા (ઉ.વ.36, રહે. દેવચડી, તા. ગોંડલ) નટુ ઉર્ફે કાનો ધનજીભાઇ સરવૈયા (ઉ.વ.35, રહે. કાલમેઘડા, તા. કાલાવડ, જી. જામનગર) દેશી દારૂૂ ગાળતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે મકાનની ઓરડીમાં તપાસ કરતા ગેસના ચુલા પર ભઠ્ઠી ચાલુ હોવાનું જણાયું હતું. પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો: 100 લીટર ગરમ આથો (કિંમત રૂૂ. 2,500) અને 800 લીટર કાચો આથો (કિંમત રૂૂ. 20,000) મળી આવ્યો હતો, જેનો પોલીસે સ્થળ પર જ ઢોળીને નાશ કર્યો હતો. 30 લીટર ગરમ દેશી દારૂૂ (કિંમત રૂૂ. 6,000) અને 70 લીટર ઠંડો દેશી દારૂૂ (કિંમત રૂૂ. 14,000) જપ્ત કરવામાં આવ્યો હતો. ભઠ્ઠીના સાધનો જેમાં પ્લાસ્ટિકના બેરલ, લોખંડના ટીપ, તપેલું, સ્ટીલની થાળી, બે ગેસના ચુલા અને બે ગેસના બાટલા વગેરે સામાન કબજે કર્યો હતો.
આરોપી અનિલ પાસેથી એક VIVO કંપનીનો VIVO V30e સ્માર્ટફોન (કિંમત રૂૂ. 15,000) તેમજ પી.જી.વી.સી.એલ.નું ઇલેક્ટ્રિસિટી બિલ પણ જપ્ત કરવામાં આવ્યું હતું.આમ, પોલીસે કુલ રૂૂ. 61,650 નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(ય), 65(બ), 65(ભ), 65(મ), 65(ર) અને 81 મુજબ ગુનો નોંધ્યો છે. આ બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલાએ ફરિયાદી બનીને ગોંડલ તાલુકા પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવી છે. આ કેસની વધુ તપાસ અજઈં રવિરાજસિંહ મહાવિરસિંહ સરવૈયા ચલાવી રહ્યા છે.
