સુરેન્દ્રનગર સબ જેલની બેરેકોના શૌચાલયના પોખરામાં છુપાવી રાખેલા બે પ્રતિબંધિત કીપેડ મોબાઇલ ફોન રાજકોટ જેલ ઝોનની સરપ્રાઇઝ રેઇડ દરમિયાન ઝડપાયા છે. આ અંગે અજાણ્યા શખસો વિરુદ્ધ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.
નાયબ પોલીસ મહાનિરિક્ષક પ્રીઝન રાજકોટ ઝોનની મૌખિક સૂચનાના આધારે ટીમે સુરેન્દ્રનગર સબ જેલ ખાતે અચાનક આવી પહોંચ્યા હતા. જેલના મુખ્ય ગેટ પર એન્ટ્રી કરાવી ઇન્ચાર્જ અધિક્ષક અતુલભાઈ હાલપરા અને જેલ સ્ટાફને સાથે રાખી રાત્રે તમામ બેરેકોમાં કડક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં બેરેક નંબર-2(અ) આ બેરેકના જનરલ શૌચાલયના પોખરામાંથી રાત્રે આશરે કિચોડા કંપનીનો સિલ્વર કલરનો કીપેડ મોબાઇલ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. આ મોબાઇલનો આઇએમઈઆઇ નંબર જાણી ન શકાય તે માટે પાછળનું સ્ટીકર ઘસી નાખવામાં આવ્યું હતું અને ફોન પાસવર્ડ લોક હતો.
બેરેક નંબર-3 આ બેરેકના જનરલ શૌચાલયના પોખરામાંથી સેમસંગ કંપનીનો કાળો કીપેડ મોબાઈલ મળી આવ્યો હતો. આ ફોન બેટરી વગરનો હતો. પરંતુ તેમાં ટઈં કંપનીનું સક્રિય સીમકાર્ડ મળી આવ્યું હતું. આ ફોનના આઈએમઆઈઆઈ નંબર હોવાનું ખૂલ્યું છે.
જેલ બેરેક નં. 2(અ) અને તેમાં રહેલા કાચા કામના કેદીઓની આ મોબાઈલ બાબતે પૂછપરછ કરી હતી. પણ કોઈ પણ કેદીએ આ મોબાઈલ પોતાનો હોવાની કબૂલાત કરી ન હતી. અંતે, સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
બેરેક નંબર 2 (અ)માં મળી આવેલા કીપેડ મોબાઈલમાં તેનો આઈએમઈઆઈ નંબર જાણી ન શકાય તે માટે ફોન પાછળનું સ્ટીકાર ઘસી કાઢ્યું હતું. સેમસંગના ફોનમાંથી મળી આવેલા ટઈં કંપનીના સીમકાર્ડની ડિટેઇલ્સ કઢાવવા પોલીસે તજવીજ હાથ ધરી છે. આ સીમકાર્ડ પરથી કોની સાથે વાતચીત થતી હતી અને લોકેશન ક્યાંનું બતાવે છે, તેના આધારે તપાસ હાથ ધરાશે.
જનરલ શૌચાલયના પોખરામાંથી કિચોડા કંપનીનો કીપેડ મોબાઇલ મળ્યો. ફોન પાસવર્ડ લોક હતો. બેરેક નંબર-3 : જનરલ શૌચાલયના પોખરામાંથી સેમસંગ કંપનીનો કીપેડ મોબાઇલ મળ્યો. આ ફોન બેટરી વગરનો હતો. ટઈંનું સીમકાર્ડ હતું. આ ફોનના ઈંખઊઈં નંબર હોવાનું ખૂલ્યું છે.
