કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે વિવાદ સર્જાયો હતો. આજે સંસદ સંકુલમાં રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રીને ગદ્દાર દોસ્ત કહ્યું હતું. તો તરત જ બિટ્ટુએ રાહુલને જવાબ આપ્યો હતો. બિટ્ટુએ કહ્યું કે તે દેશનો દુશ્મન છે. રાહુલે હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો, પરંતુ બિટ્ટુએ ના પાડી.
બિટ્ટુ અગાઉ કોંગ્રેસ પાર્ટીમાં હતા અને 2024ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. આજે રાહુલ ગાંધીએ તેમને પોતાનો “દેશદ્રોહી મિત્ર” કહ્યો. ભાજપના નેતાએ આકરો જવાબ આપતાં તેમને “દેશના દુશ્મન” કહ્યા.
https://x.com/i/status/2018932001563455695
ત્યારબાદ રાહુલ ગાંધીએ બિટ્ટુ તરફ હાથ લંબાવ્યો અને કહ્યું, “નમસ્તે ભાઈ, મારા દેશદ્રોહી મિત્ર. ચિંતા કરશો નહીં, તમે (કોંગ્રેસમાં) પાછા ફરશો.” રાહુલ ગાંધીની આ ટિપ્પણી બાદ માહોલ ગરમાઈ ગયો. બિટ્ટુએ હાથ મિલાવવાનો ઇનકાર કર્યો અને આકરી પ્રતિક્રિયા આપી. આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાજકીય માહોલ ગરમાયો છે.
રવનીતસિંહ બીટ્ટુ ત્રણવાર કોંગ્રેસમાંથી સાંસદ રહી ચૂક્યા છે. તેઓ પહેલીવાર 2009માં આનંદપુર સાહિબ લોકસભામાંથી ચૂંટાયા હતા. ત્યારબાદ 2014 અને 2019માં લુધિયાણાથી જીત્યા હતા. ખાલિસ્તાન સમર્થક કટ્ટરપંથી અવાજના પ્રખર વિરોધી ગણાતા બિટ્ટુ 2024માં થયેલી લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયા હતા.

