ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન અજિંક્ય રહાણેએ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રેથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને અન્ય ઘણા ક્રિકેટર્સની માફક તેણે પણ કોમેન્ટરીનો માર્ગ અપનાવ્યો છે. 15મી ઓગસ્ટથી શરૂૂ થઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટની સિરીઝ દરમિયાન રહાણે પોતાની કોમેન્ટેટર તરીકેની કારકિર્દીનો પ્રારંભ કરવા માટે તૈયાર છે. આ સિરીઝ માટે સોની સ્પોર્ટ્સ નેટવર્કના કોમેન્ટરી પેનલમાં જોડાશે.
સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને સોની લિવ પર ભારતના શ્રીલંકા પ્રવાસ દરમિયાન મારી ટેસ્ટ કોમેન્ટરીની શરૂૂઆત કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. ટેસ્ટ ક્રિકેટ આપણી રમતનું સર્વોચ્ચ શિખર છે, અને આટલા વર્ષો સુધી આ ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા બાદ હવે રમતને એક અલગ દ્રષ્ટિકોણથી જોવી એ મારા માટે સૌભાગ્યની વાત છે,’ તેમ રહાણેએ જણાવ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે ’હું મારા અનુભવો શેર કરવા, રમતના ઝીણવટભર્યા પાસાઓ સમજાવવા અને પ્રશંસકોને તે નિર્ણયો, વ્યૂહરચનાઓ અને ક્ષણોની માહિતી આપવા આતુર છું જે ટેસ્ટ મેચનું પરિણામ નક્કી કરી શકે છે.
