રાણાવાવ પંથકમાં હડકાયા કૂતરાનો આતંક, યુવતી સહિત 12ને બચકાં ભર્યા

રાણાવાવ પંથકના રાણા કંડોરણા ગામમાં હડકાયા કૂતરાનો આતંક સામે આવ્યો છે આ કૂતરાએ યુવતી સહિત 12થી વધુ લોકોને બચકાં ભર્યા હતા.આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા…

રાણાવાવ પંથકના રાણા કંડોરણા ગામમાં હડકાયા કૂતરાનો આતંક સામે આવ્યો છે આ કૂતરાએ યુવતી સહિત 12થી વધુ લોકોને બચકાં ભર્યા હતા.આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 4 લોકોને પોરબંદર સિવિલ હોસ્પિટલ ખસેડાયા, અન્ય લોકોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

રાણા કંડોરણા ગામમાં રખડતા અને હડકવા ઉપડેલા શ્વાનનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. ગામના માર્ગો પરથી પસાર થતા નિર્દોષ નાગરિકો પર શ્વાન હુમલા કરી રહ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.

આ હડકાયા શ્વાને ગામના 10 થી 12 લોકોને પણ પોતાનો શિકાર બનાવ્યા છે.આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ચાર જેટલા ગ્રામજનોને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જ્યારે અન્ય ઈજાગ્રસ્તોએ સ્થાનિક અથવા ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હોવાની શક્યતા છે. ગામમાં વધતા જતા શ્વાનના ત્રાસને પગલે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
યુવતીએ જણાવ્યું હતું કે, રાત્રીના સમયે મારા દાદાના ઘરેથી મારા ઘરે જતી હતી ત્યારે કૂતરાએ પાછળથી હુમલો કર્યો હતો.આ હુમલામાં હું નીચે પડી ગઈ હતી જેથી મેં રાડારાડી કરતા મારા પાપા આવ્યા હતા.આ કૂતરાએ ગામમાં 10 થી 12 લોકો પર હુમલો કર્યો હતો. માધવી મકવાણા, ઈજાગ્રસ્ત યુવતી