Sports
રણજી ટ્રોફીમાં પૂજારાની ધમાકેદાર સદી, બ્રાયન લારાનો રેકોર્ડ તોડ્યો
ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં 21000 રન પૂરા કર્યા
ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર છે. તેને ન્યુઝીલેન્ડ સામેની ભારતીય ટેસ્ટ ટીમમાં તક મળી નથી. આ દરમિયાન તેણે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને સદી ફટકારીને ટીમ ઈન્ડિયામાં પુનરાગમન માટે ધૂમ મચાવી દીધી છે. હાલમાં રણજી ટ્રોફી 2024માં સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચે મેચ રમાઈ રહી છે. સૌરાષ્ટ્ર તરફથી રમતા ચેતેશ્વર પૂજારાએ છત્તીસગઢ સામે સદી ફટકારી હતી. તેણે પોતાની ઇનિંગમાં 15 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. પૂજારાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની આ 66મી સદી છે.
આ સાથે તેણે દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાને પણ પાછળ છોડી દીધો છે. લારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 65 સદી ફટકારી હતી. સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરે ભારત માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારી છે. આ બંને ખેલાડીઓના નામે 81-81 સદી છે. ચેતેશ્વર પૂજારાએ છત્તીસગઢ સામે સદી ફટકારીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાના 21,000 રન પૂરા કરી લીધા છે. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ચોથા સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડે ભારત માટે ફર્સ્ટ ક્લાસમાં તેમના કરતા વધુ રન બનાવ્યા છે. ભારત માટે ફર્સ્ટ ક્લાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ગાવસ્કરના નામે છે. તેમણે 25,834 રન બનાવ્યા છે.