Site icon Gujarat Mirror

ગોંડલ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના ભંગાર રસ્તાથી જનતા ત્રાહિમામ

ગોંડલ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાની ભંગાર હાલતથી ગ્રામ્ય જનતા હેરાન પરેશાન થઇ રહી છે. છતાં નથી કોઇ અધિકારીઓને ચિંતા કે નથી કોઇ આગેવાનને ચિંતા ગોંડલ 80 ગામોનું ખરીદીનું મુખ્ય મથક છે. ગ્રામ્ય વિસ્તારમાંથી રોજીદા હજારો લોકો ખરીદી માટે ગોંડલ આવે છે. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની હાલત એકદમ ખરાબ થઇ ગઇ હોય નાના ટુ-વ્હિલરથી માંડી મોટા બસ ટ્રક જેવા વાહન ચાલકોને પરેશાન થઇ રહ્યા છે.

રસ્તાની ખરાબ હાલતથી વાહનમાં ભાંગતૂટ થવાની શકયતા વધે છે અને અકસ્માતની શકયતા વધી જાય છે. રસ્તા પર પડેલા નાના મોટા ખાડા અને રસ્તાની સાઇડ પણ ખવાઇ જતા અને ધોવાઇ જતા વાહન ચાલકોને ખાસ કરીને ટુ-વ્હિલર ચાલકોેને ખુબ જ મુશ્કેલી પડી રહી છે. સરકાર દ્વારા રસ્તાની હાલત સુધારવા માટે ચોમાસુ પુરુ થાય એટલે તુરત જ કાર્યવાહી થાય છે. પણ ગોંડલ તાલુકા માટે કોઇ કાર્યવાહી આગળ વધારી નથી એટલે આ વિસ્તારની ગ્રામ્ય જનતામાં આ વિસ્તાર અગામાની તો નહીં હોય ને ? તેવો પ્રશ્ર્ન રહેયો છે. ગોંડલ ભાજપને ધારાસભ્ય આપ્યા, જિલ્લા પંચાયતમાં પાંચ બેઠક આપી અને આખે આખી ગોંડલ તાલુકા પંચાયત ભાજપને આપી છે.

છતા આવી હાલત કેમ છે ? તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે ગોંડલના આગેવાનની નિમણુંક થઇ છે. તો તાલુકાના 80 ગામડાના રસ્તાી આવી ખરાબ હાલત કેમ છે ? તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની રસ્તાની હાલત સુધરશે કે પછી આગામી ચૂંટણીઓ સુધી તેની રાહ જોવાશે ?

Exit mobile version