રશિયન વડા પુતિનની અમેરિકાને ચેલેન્જ અને ધમકી : ચીને પણ ઈરાન તરફી અભિગમ દાખવ્યો
રશિયન વડા લાદિમિર પુતિને આજે અમેરિકા અને ઈઝરાયલી હુમલાના જવાબમાં ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી આપી છે. પુતિન પહેલા, ત્રણ મુખ્ય યુરોપિયન દેશો – બ્રિટન, ફ્રાન્સ અને જર્મની – એ સંયુક્ત નિવેદન જારી કરીને આ યુદ્ધમાં અમેરિકા અને તેના સાથીઓને ટેકો આપવાની પ્રતિજ્ઞા લીધી હતી. દરમિયાન, ચીને પણ ઈરાનના હિતોનું રક્ષણ કરવા માટે તેની સંપૂર્ણ તૈયારી જાહેર કરતા નિવેદન જારી કર્યું છે.
રશિયાએ જણાવ્યું છે કે અમેરિકા અને ઇઝરાયેલ ઇરાન પાસે એટમ બોમ્બ હોવાના પુરાવા આપે અને જો તેઓ પુરાવા નહીં આપી શક્યા તો ત્રીજા વિશ્વયુદ્ધ માટે તૈયાર રહે. રશિયા અને ચીને ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓની ટીકા કરી છે, મોસ્કોએ કહ્યું છે કે તેને તેહરાન પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી .રશિયા અને બૈજિંગ સંયુક્ત હુમલાઓને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ મંગળવારે તેમના ઇઝરાયલી સમકક્ષ ગિડોન સાર ને જણાવ્યું હતું કે ઈરાન પર હુમલો ત્યારે થયો જ્યારે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેની વાટાઘાટો નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેમાં ઇઝરાયલની સુરક્ષા ચિંતાઓનો પણ સમાવેશ થાય છે, એમ ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. દુર્ભાગ્યે, લશ્કરી કાર્યવાહી દ્વારા આ પ્રક્રિયામાં વિક્ષેપ પડ્યો છે.
ચીન સંઘર્ષને વધુ વકરી ન શકે અને નિયંત્રણ ગુમાવતા અટકાવે તે માટે તાત્કાલિક લશ્કરી કાર્યવાહી બંધ કરવાની હાકલ કરે છે, વાંગે કહ્યું. બળ ખરેખર સમસ્યાઓનું નિરાકરણ લાવી શકતું નથી; તેના બદલે, તે નવી સમસ્યાઓ અને ગંભીર લાંબા ગાળાના પરિણામો લાવશે, તેમણે ઉમેર્યું.
ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સાર વાંગની વિનંતીને સ્વીકારી હતી કે તેઓ ઈરાનમાં ચીની કર્મચારીઓ અને સંસ્થાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે નક્કર પગલાં લે.

