ગુજરાત
વેરો નહિ ભરનારા 15 આસામીઓની મિલકત સીલ કરાઈ
જામનગર મહાનગર પાલિકાની મિલ્કત વેરા શાખા દ્વારા તા.31/03/2024 સુધીનો મિલ્કત વેરો નહી ભરનાર મિલ્કત ધારકોને નિયમોનુસાર વોરંટ તથા અનુસૂચીની બજવણી કરવા છતાં પણ મિલ્કત વેરા નહી ભરનાર બાકીદારોની તા. 27/11/2024 સુધી મા મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે કાર્યવાહી દરમિયાન 15 આસામીઓની મિલકત સીલ કરવામાં આવી છે, જયારે 28 થી વધુ આસામીઓ દ્વારા સ્થળ પર વેરો ભરપાઈ કરી દેવાયો હતો.
જેમની મિલકત સીલ કરવામાં આવી છે .તેમા વિમલ પી. શાહ ( રૂૂ.57620) , અરુણ અને ભરત બી. જોષી( રૂૂ.1,68,833), મેરામણભાઈ (બિલ્ડર) (29,756), મેરામણ ભાઈ (બિલ્ડર) ( 34838) , જયેશભાઈ વાળંદ (28835), આણદાબાપા( 43026) , રણછોડ જીવરાજ મંડલી(78723), નેશનલ ટ્રેડીંગ કંપની (66991), કિશોરભાઈ વિશનદાસ કરીયા( 22343) , બોદુભાઈ પાનવારા( 34373) , કિરીટભાઈ મોહનલાલ વાઘેલા( 41124) ,નિર્મલાબેન મુકુન્દરાય પુરોહિત( 25308) , સોની વેલજી જાદવજી(72,315), પુનમ કોમ્યુનિકેશન( 30988) , રેખાબેન એન. શાહ (40,959).નો સમાંવેશ થાય છે.
આ ઉપરાંત સ્થળ પર કુલ – 26 ( મિલ્કત ધારકોએ રૂૂ.39,91,938 ની રકમ ભરપાઈ કરી આપી હતી. જયારે બે મિલ્કત ધારકોએ રૂૂ. 1,10,870 નાં ડ્યુ ડેટ નાં ચેક આપ્યા હતા. આ રીકવરીની કામગીરી મ્યુનિ . કમિશનર ની સુચના અનુસાર મિલ્કત વેરા શાખાનાં સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવનાર હોય, તાત્કાલિક બાકી મિલ્કત વેરા ભરપાઈ કરવા મિલ્કત ધારકોને જાણ કરવામાં આવે છે.